રાજકોટ
News of Saturday, 27th February 2021

૧પ માર્ચથી ૪ બ્રીજનું કામ શરૂ થઇ જશે

કે.કે.વી. ચોક પર ડબલ ડેકર ફલાય ઓવર -રામાપીર ચોક -જડુસ ચોક, નાના મવા ચોકનાં ઓવરબ્રીજ માટે ખોદકામ શરૂ થશે : ટ્રાફિકમાં અંધાધુંધીનાં એંધાણ

રાજકોટ, તા., ૨૭: આગામી તા.૧પ માર્ચથી શહેરમાં ૪ બ્રીજનું કામ શરૂ થનાર હોઇ તેના ખોદકામથી ટ્રાફીક ડાઇવર્ટ સહીતનાં પ્રશ્નો ઉભા થશે. ત્યારે અંધાધુંધી સર્જાવાના એંધાણ છે.

આ અંગે મ.ન.પા.ના ઇજનેરોના જણાવ્યા મુજબ કે.કે.વી.ચોક ખાતે કાલાવડ રોડ સેન્ટ મેરી સ્કુલથી આત્મીય કોલેજ સુધી ડબલ ડેકર ફલાય ઓવર ઉપરાંત રામાપીર ચોકડી તથા નાનામૌવા ચોકમાં ૧પ૦ ફુટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર જડુસ ચોક એમ ત્રણ જગ્યાએ ઓવર બ્રીજ બનશે.

નોંધનીય છે કે હજુ ૧ મહીના અગાઉ જ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે આ ૪ ઓવરબ્રીજનાં ખાતમુહુર્ત થયા હતાં. હવે ૧પ માર્ચે આ બ્રીજનાં પીલર તેમજ સર્વિસ લાઇનો ફેરવવા ખોદકામ શરૂ થશે આ માટે ૪ સ્થળે રસ્તા બંધ કરાશે. ૧પ૦ રીંગ રોડ પર બે સ્થળે અને કાલાવડ રોડ પર ર સ્થળે એમ ૪ સ્થળે રસ્તાઓ બંધ થશે. સાથે અર્ધા રાજકોટમાં ટ્રાફીકની અંધાધૂંધી સર્જાવાની ભીતી છે ત્યારે તંત્રએ આ બાબતનો સબળો વિકલ્પ શોધવાની જરૂર  છે. ખાસ કરીને ૧પ૦ રીંગ રોડ પર મોટો ટ્રાફીક જામ સર્જાવાની ભીતી છે.

(3:51 pm IST)