રાજકોટ
News of Saturday, 27th February 2021

રાજકોટમાં આજે એકેય મોત નહિઃ નવા ૧૫ કેસ

કુલ આંક ૧૬,૧૦૫એ પહોંચ્યોઃ ૧૫,૭૫૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૦૪ ટકા થયો

રાજકોટ, તા.૨૭:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એક પણ મૃત્યુ થયુ નથી. જયારે બપોર સુધીમાં ૧૫ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૬નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૭ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૭૪ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૫  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૧૦૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૭૫૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૯૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૩૭૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪ ટકા થયો  હતો. જયારે ૩૮  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૯૪,૧૯૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૧૦૫  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૦ ટકા થયો છે.

(2:46 pm IST)