રાજકોટ
News of Saturday, 27th February 2021

સૂરાપૂરાના દર્શન કરીને આવતી વખતે કાર ખાડામાં ખાબકીઃ મહિલાનું મોત

ચોટીલાના લાભુબેન ખાંભલાએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ર૭ :.. સાયલા સૂરાપુરા દાદાના દર્શન કરી પરત આવતી વખતે ભાડુકા પાસે કાર ખાડામાં ખાબડતા ચોટીલાની મહિલાનું રાજકોટની સીવીલ હોસ્પિટલમાં મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ચોટીલાના ચામુંડાનગરમાં રહેતા લાભુબેન ધરમશીભાઇ ખાંભલા (ઉ.૩૦) ગઇકાલે પરિવાર સાથે કારમાં બેસીને સાયલા સુરાપુર દાદાના દર્શન કરવા ગયા હતાં. દર્શન કરી લાભુબેન કારમાં પરિવારજનો સાથે ચોટીલા આવતા હતા ત્યારે ભાડુકા ગામ પાસે કાર અચાનક ખાડામાં ખાબકતા લાભુબેનને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે સીવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના ઇન્ચાર્જે પ્રાથમિક કાગળો કરી ચોટીલા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(2:42 pm IST)