રાજકોટ
News of Saturday, 27th February 2021

ડુંગળીમાં મણે વધુ પ૦ રૂ. તૂટ્યા

ર૦ કિલોના ૩૦૦ થી ૪પ૦ રૂ. હતા તે ઘટીને રપ૦ થી ૪૦૦ રૂ. થઇ ગયા : રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવકો બંધ કરાઇ

રાજકોટ, તા. ર૬ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડોમાં ડુંગળીની પુષ્કળ આવકોના પગલે ભાવો ઘટવા લાગ્યા છે આજે ડુંગળીમાં મણે વધુ પ૦ રૂ. તૂટયા છે. પુષ્કળ આવકો થતા રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવકો બંધ કરાઇ છે.

રાજકોટ યાર્ડમાં ગઇકાલે એક જ દિ'માં પ૦ લાખ કિલો ડંુગળીની પુષ્કળ આવકો થતા આવકો હાલ તુર્ત બંધ કરાઇ છે. ડુંગળીની જંગી આવકના પગલે ડુંગળીના ભાવો ઘટી રહ્યા છે. આજે ડુંગળીમાં એક મણે વધુ પ૦ રૂ. ઘટી ગયા હતા. ગઇકાલે ડુંગળી એક મણના ભાવ ૩૦૦ થી ૪પ૦ રૂ. હતા. તે ઘટીને આજે રપ૦ થી ૪૦૦ રૂ. થઇ ગયા છે. હોલસેલમાં ડુંગળીમાં એક કિલોએ ર રૂ. ઘટયા છે. ગઇકાલે ડુંગળી એક કિલોના ભાવ ૧પ થી ર૩ રૂ. હતા તે ઘટીને ૧૩ થી ર૧ રૂ. થઇ ગયા છે.

બે દિ' પૂર્વ ડુંગળીના મણે એક જ ઝાટકે ર૦૦ રૂ.નો ઘટાડો થતા ખેડૂતોએ હરરાજી અટકાવી દિધી હતી. બાદમાં ભાવો સ્થિર રહ્યા હતા. આજે ડુંગળીના ભાવો વધુ તુટયા છે.  વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ડુંગળીના ભાવો તળીયેે આવી ગયા હતા હવે ભાવો ઘટે તેની શકયતા ઓછી છે.

(12:47 pm IST)