રાજકોટ
News of Saturday, 27th February 2021

જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીઃ બુથ ઉપર સ્ટાફ રવાનાઃ કાલે મતદાન

રાજકોટઃ. કાલે રાજકોટ જીલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી સંદર્ભે આજે સવારે ૧૦ વાગ્યાથી એક ડઝન રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટરો ઉપર ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. કુલ ૮ હજારનો સ્ટાફ ઈવીએમ અને ૯૦ જેટલી નાની મોટી સાધન સામગ્રી સાથે રવાના થયો હતો, સ્ટાફ માટે સંખ્યાબંધ સ્કૂલ બસો અને અન્ય વાહનો રીકવીઝીટ કરાયા છે. કાલે ૧૧૪૧ મતદાન મથકો ઉપર આ સ્ટાફ મતદાન કરાવશે. તસ્વીરમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે ડીએસઓ અને રીટર્નીંગ ઓફિસર શ્રી પૂજા બાવડા, સ્ટાફના હસમુખ પડસાણીયા, કિરીટસિંહ ઝાલા તથા અન્યો દ્વારા રીકવીઝીટ કરાયેલ બસ, સ્ટાફને અપાતી સાધન સામગ્રી અને છેલ્લુ માર્ગદર્શન અપાયું તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:30 am IST)