રાજકોટ
News of Thursday, 27th February 2020

પીપળીયાની શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિરનો શનિવારે વાર્ષિક મહોત્સવ : અમદાવાદથી વિશેષ મહાનુભાવો પધારશે

હોસ્ટેલમાં દીકરીઓને રહેવા - જમવા - અભ્યાસની વિનામૂલ્યે વ્યવસ્થા

રાજકોટ : શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિર, પીપળીયાની સ્થાપના ભૂકંપ બાદ ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના આર્શીવાદથી જેનો વાર્ષિક મહોત્સવ તા.૨૯ના શનિવારે સવારે ૧૦:૩૦ વાગ્યાથી યોજાવવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે ખાસ હાજરી આપવા માટે શ્રી કમલ ત્રિવેદી (એડવોકેટ જનરલ, ગુજરાત હાઈકોર્ટ), શ્રી કલ્પેશ ઝવેરી (ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઓડીશા હાઈકોર્ટ), જસ્ટીસ શ્રી રશ્મીકાન્ત છાયા (ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ) પધારી રહ્યા છે.

શ્રી સત્ય સાંઈબાબાની પ્રેરણાથી માનવ મૂલ્યો પર આધારીત આ સંસ્થામાં અનાથ દીકરીઓ કે જેમણે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય તેમના માટે વિશેષ છાત્રાલય બનાવવામાં આવ્યુ છે. આ હોસ્ટેલમાં આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓ માટે શારીરીક, માનસિક અને મૂલ્યવાન ગુણો આપતા ગુરૂકુળ જેવી રહેવાની અને ભણવાની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ તમામ દીકરીઓનો ખર્ચો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

હાલમાં ૧૨૬ દીકરીઓ આ હોસ્ટેલમાં એડમિશન લઈ ચૂકી છે અને આ સંખ્યા ૨૫૦ સુધીની થવાની છે.

સ્થળ : શ્રી સત્ય સાંઈ વિદ્યા મંદિર, પીપળીયા મોરબી, નવલખી રોડ, તા. માળીયા મો.૮૪૬૯૪ ૧૯૯૩૬.

શ્રી કમલ ત્રિવેદી

એડવોકેટ જનરલ, ગુજરાત હાઈકોર્ટ

શ્રી રશ્મિકાંત છાયા

ન્યાયાધીશ, ગુજરાત હાઈકોર્ટ

શ્રી કલ્પેશ ઝવેરી

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઓડીશા હાઈકોર્ટ

(4:26 pm IST)