રાજકોટ
News of Thursday, 27th February 2020

મનપાના પૂર્વ વિપક્ષી નેતા અને ફાયર બ્રિગેડનું નાનુ પરંતુ સંવેદનશીલ રેસ્કયુઃ પારેવાને નવજીવન

રાજકોટઃ. એક સામાન્ય કબૂતર માટે પણ સંવેદના હોવી એ મનુષ્યતાનું લક્ષણ છે. આપણે મોટા મોટા કામમાં આવી નાની વાત ચૂકી જઈએ છીએ પણ વ્યસ્તતાઓ વચ્ચે પણ જીવ માત્ર પ્રત્યેની સંવેદના જીવતી રહે એ જરૂરી છે. આજે સવારે એવી એક ઘટના બની હતી. કાલાવડ રોડ ખાતે આવેલા માઈલ સ્ટોન એપાર્ટમેન્ટના પરિસરમાં વૃક્ષમાં ઉંચે એક કબૂતર ફસાયુ હતું. તરફડીયા મારતુ હતુ ત્યારે આ એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્રસિંહ જાડેજાનું ધ્યાન ગયુ. ગૌ સેવા જેમના જીવનમાં સૌથી મહત્વનુ કાર્ય છે એવા સહકારી અગ્રણી અને પૂર્વ વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ આ કબૂતરને એમણે જોયું કે તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. ફાયર બ્રિગેડ પણ આ કામને નાનુ ન ગણી ને ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને સિફતપૂર્વક કબૂતરને ઉતારી બચાવી લીધુ હતું. એક જીવ બચ્યો એ તો છે જ, પણ પર્યાવરણની પણ આ રીતે સેવા થઈ હતી તે વખતની તસ્વીર.

(3:53 pm IST)