રાજકોટ
News of Thursday, 27th February 2020

રવિવારે નર્સીંગના ૩૩૦૦ ભાઇ બહેનોનું લેમ્પ લાઇટીંગ

મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાનમાં યોજાશે દીક્ષાંત સમારોહ

રાજકોટ તા. ૨૭ : હાલ ૨૦૨૦ નું વર્ષ નસીંસ યર તરીકે જાહેર થયુ છે. ત્યારે નસીંગ ક્ષેત્રે કઇક અલગ પર્ફોમ આપવાના આશય સાથે ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ નસીંગ એસોસીએશન દ્વારા તા. ૧ ના રવિવારે એક સાથે ૩૩૦૦ નસીંગના વિદ્યાર્થી ભાઇ બહેનોનો દિક્ષાગ્રણ (લેમ્પ લાઇટીંગ) સમારોહ યોજવામાં આવેલ છે.

'અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા એસો.ના આગેવાનોએ જણાવેલ કે ચાલુ વર્ષ નસીંસ યર તરીકે ઉજવાઇ રહેલ હોય રાજકોટ જિલ્લામાં નસીંગ કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો એક રેકોર્ડબ્રેક કાર્યક્રમ યોજીએ. એ રીતે લેમ્પ લાઇટીંગ કાર્યક્રમ અમલમાં મુકયો.

તા. ૧ ના રવિવારે સાંજે ૬ વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતે યોજાનાર આ સમારોહમાં ૩૩૦૦ નસીંગના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીનીઓને એક સાથે દિક્ષા ગ્રહણ કરાવાશે.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડીયન નસીંગ કાઉન્સીલના ચેરમેન ડો. દીલીપકુમારજીની ઉપસ્થિતીમાં દીપ જયોત પ્રાગટયથી કાર્યક્રમનો આરંભ કરાશે. સાથે મહેમાનોમાં ગુજરાત નસીંગ કાઉન્સીલના પ્રેસીડન્ટ ડો. એમ. એમ. પ્રભાકર, રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞાબેન ડાભી, ગુજરાત નર્સીંગ કાઉન્સીલના મેમ્બર શ્રી કડીવાલા, કમલભાઇ મહેતા ઉપસ્થિત રહશેે.

આ દિક્ષાગ્રહણ સમારોહમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુ. કમિશ્નરશ્રી અગ્રવાલ, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી અગ્રવાલ, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ નસીંગ એસો.ના પ્રેસીડેન્ટ ડો. મેહુલભાઇ રૂપાણી, કિશોરસિંહ સોઢા, પરેશભાઇ કામદાર, ભાર્ગવભાઇ આહીર, નરેન્દ્રભાઇ સીનરોજીયા, શૈલેષભાઇ કામલીયા, પીયુષભાઇ પટેલ, પ્રિન્સીપાલ નવીનભાઇ, જસ્ટીનભાઇ, પ્રિયેશ જૈન, શ્રી શેમ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કિશોરસિંહ સોઢા (આનંદ નસીંગ ઇન્સ્ટી.), સંજય વાધર, ડો. મેહુલભાઇ રૂપાણી (એચ.એન.શુકલ નસીંગ કોલેજ), પરેશભાઇ કામદાર (કામદાર નસીંગ કોલેજ), ભાર્ગવભાઇ આહીર (મુરલીધર નસીંગ કોલેજ), પરેશભાઇ સીનરોજીયા (અર્પીત કોલેજ), ફાધર જેમન થોમસ (ક્રાઇસ્ટ કોલેજ), શૈલેષભાઇ કામલીયા (જય સોમનાથ ઇન્સ્ટી.) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:53 pm IST)