રાજકોટ
News of Thursday, 27th February 2020

વકીલોના વેલફેર માટે સરકારે પાંચ કરોડ ફાળવતાં વકીલોની કોર્ટ નજીક આતશબાજી વકીલોએ ફટાકડા ફોડી ખુશાલી મનાવી મીઠા મોઢા કરાવ્યા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત જ વકીલોના વેલફેર ફંડ માટે રૂ. પાંચ કરોડની બજેટમાં ફાળવણી કરતાં વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. આજે રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ પ્રેરિત વકીલોએ કોર્ટ નજીક સરકારના નિર્ણયની ખુશાલી વ્યકત કરીને રાજકોટ સહિત ઠેરઠેર જીલ્લા-તાલુકા મથકોએ વકીલો દ્વારા ફટાકડા ફોડીને આનંદની લાગણી વ્યકત કરી હતી. રાજકોટમાં બાર. કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, એડવોકેટ હિતેન્દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ રાઠોડ, યોગેશ ઉદાણી, તુષાર બસલાણી, મુકેશ પંડયા, ધીમંત ભટ્ટ, સહિતના વકીલોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડીને ખુશાલી મનાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતાં.

(3:50 pm IST)