રાજકોટ
News of Thursday, 27th February 2020

વોર્ડ નં. ૪માં ૮૦ ફુટ રોડ વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામગીરીના કામનું ખાતમુહૂર્ત

રાજકોટ : મહાનગરપાલિકાનાં શાસકો દ્વારા 'જયાં માનવી ત્યાં સુવિધા' અને 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં સેટેલાઇટ ચોક, ૮૦ ફૂટ રોડ પર ડામર રી-કાર્પેટ કામગીરીનુ ખાતમુહુર્ત ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાના હસ્તે કરવામાં આવેલ. આ કામગીરીમાં મોન્સુન ગ્રાન્ટમાંથી કરવામાં આવશે તેમજ વચ્ચે રોડ ડિવાઈડર કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૪ના વોર્ડ પ્રમુખ સિ.ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણી દિનેશભાઈ ચૌહાણ, ભરતભાઈ લીંબાસીયા, દિવ્યેશભાઈ રામાણી, મનમીત બારોટ, પ્રવિણભાઈ પટેલ, હીતેશભાઈ ગોહેલ, નિતેશભાઈ ડાભી, સંજયભાઈ રાઠોડ, ગૌરાંગભાઈ, રામભાઈ બિહારી, વિનોદભાઈ જાની, લાભુભાઈ કુંગસીયા, હિરેનભાઈ વાળા, નીલેશભાઈ ગઢીયા, મલ્કેશભાઈ પરમાર, દેવરાજભાઈ સખીયા, હરેશભાઈ લુણાગરિયા, કિશોરભાઈ રૈયાણી, નીલેશભાઈ કેરાળિયા, હરેશભાઈ રૈયાણી, રાજુભાઈ પ્રજાપતિ, હરીભાઈ વૈષ્ણવ, કંકુબેન ઉધરેજા, રાજશ્રીબેન માલવિયા, વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ. આ કામનો શુભારંભ થવાથી વિસ્તારના રહીશોએ આનંદની લાગણી વ્યકત કરેલ.

(3:45 pm IST)