રાજકોટ
News of Thursday, 27th January 2022

લીમડા ચોકની સરોવર પોર્ટિકોમાંથી ૧૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

જનસતાથી લીમડા ચોક સુધીના ર૭ ખાણી-પીણીનાં વેપારીને ત્યાં ફૂડ શાખાનું ચેકીંગ : ૧૯ ધંધાર્થીને લાયસન્સ તથા હાઇજીન બાબતે નોટીસ : ૧૩ લિટર એકસપાયરી ઠંડા પીણાનો નાશઃ ર દુધના નમૂના લેવાયા : જાહેરમાં કચરો ફેંકનાર ૧૭ દંડાયા : પ હજારનો દંડ

રાજકોટ, તા. ર૬ :  મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં લીમડા ચોકથી જયુબેલી સુધીના રોડ ખાતે ફૂડ, સોલીડવેસ્ટ, બાંધકામ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જનસતા ચેકથી ત્રીકોણ બાગ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિકોઅીન ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ર૭ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. આ ચકાસણી દરમ્યાન ૧૯ પેટીને લાયસન્સ તથા હાયજીન બાબતે નોટીસો આપેલ. તેમજ ૧૩ લિટર એકસપાયરી થયેલ બેવરેજીસ તથા લીમડા ચોકની સરોવર પાર્ટીકોમાંથી ૧૬ કિ.ગ્રામ. વાસી અખાદ્ય ખોરાક મળી કુલ ર૭ કિ.ગ્રામ અખાદ્ય વાસી ચીજોનો સ્થળ પર નાક કર્યો હતો. તેમજ જાહેરમાં કચરો, ગંદકી કરનાર ૧૭ લોકોને પ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છેે. 

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ વિવિધ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

ખાણી-પીણીના ધંધાર્થીઓનું ચેકીંગ

વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના જવાહર રોડ થી ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલ (૧) મરાઝા હોસ્પિટાલિટી (હોટેલ સરોવર પોર્ટિકો) લીમડા ચોક માંથી વેજ એન્ડ નોનવેજ પ્રિપેર્ડ ફૂડ -૧૬ કિ.ગ્રા. નાશ તથા વેજ એન્ડ નોવેજ સ્ટોરેજ-હાયજીન બાબતે નોટીસ તથા દર્પણ ઝેરોક્ષ-લીમડા ચોક માંથી ૧૦ લિટર એકસપાયરી થયેલ બેવરેઝીસ નાશ તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ મેડીકલ સ્ટોર, જનરલ સ્ટોર, ફરસાણ અને પાનનાં ધંધાર્થીનો લાયસન્સ બાબતે નોટીસ પાઠવવામાં આવી હતી.

જાહેરમાં કચરો ફેંકનાર દંડાયા

વન વીક વન રોડ અંતર્ગત લીમડા ચોકથી જયુબેલી સુધીના રોડ પર જાહેરમાં કચરો ફેંકનાર - ગંદકી કરવા સબબ કુલ ૧૭ લોકો પાસેથી રૃા. પ,૦૦૦ પ્રતિબંધિત પ્લાસ્ટીક રાખવા - ઉપયોગ કરવા સબબ કુલ ૧ ને રૃા. ર૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ, આમ, કુલ ૧૮ લોકો પાસેથી રૃા. પ,ર૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.

૬૮ બોર્ડ-બેનરો જપ્ત

વન વીક વન રોડ અંતર્ગત લીમડા ચોકથી જયુબેલી સુધીના રોડ પર દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેંકડી, કેબીનની સંખ્યા ૧, જપ્ત કરેલ પરચુરણ સામાન પ૩ અને જપ્ત કરેલ બોર્ડ-બેનર ૬૮ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(4:11 pm IST)