રાજકોટ
News of Thursday, 27th January 2022

ખોડલધામની કોઇપણ જવાબદારી નિષ્ઠાપૂર્વ નિભાવીશઃ વિપુલભાઇ ઠેસીયા

ધોરાજીના યુવા અગ્રણી અને ખોડલધામ નવનિયુકત ટ્રસ્ટી ''અકિલા''ની મુલાકાતે

 

''અકિલા'' કાર્યાલયે ખોડલધામના નવનિયુકત ટ્રસ્ટી વિપુલભાઇ ઠેસીયા (મો.૯૮૯૮ર ૯૦૮૪૯) સાથે ધર્મેન્દ્રભાઇ બાબરીયા, હરકિશનભાઇ માવાણી, ભોલાભાઇ સોલંકી, સાગરભાઇ સોલંકી, ચંદ્રેશભાઇ પટોળીયા નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)(૬.૨૯)

રાજકોટ તા. ર૭ : ''ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જેપણ જવાબદારી સોપવામાં આવશે તે નિષ્ઠાપૂર્વક નિભાવીશ'' તેમ કાગવડ ખોડલધામના નવનિયુકત ટ્રસ્ટી અને ધોરાજીના યુવા અગ્રણી વિપુલભાઇ ઠેસીયાએ ''અકિલા'' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું.

''અકિલા'' કાર્યાલયે ખોડલધામ ટ્રસ્ટના નવનિયુકત ટ્રસ્ટી વિપુલભાઇ ઠેસીયાએ વધુમાં જણાવ્યું  કે મારે રાજકીય નેતાઓ સાથે  રાજકીય સંબંધો છે પરંતુ રાજકીય રીતે કોઇ પક્ષ સાથે જોડાયો નથી ખોડલધામના માધ્યમથી શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ કાર્યો કરીશું.

વિપુલભાઇ ઠેસીયાએ કોરોના કાળમાં અનેકવિધ સેવાકાર્યો કર્યા હતા વિપુલભાઇ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે.

વિપુલભાઇ ઠેસીયાના કુળદેવી ખોડિયાર માતાજી છે અને દરરોજ પુજન-અર્ચન કરે છે. કરોડો પાટીદારોના આસ્થા સમાન એવા કાગવડ ખાતે આવેલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે યુવા અગ્રણી ઉદ્યોગપતિ, ભામાશા અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને કોરોના કાળમાં ધોરાજી અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં તન-મન-ધન લોકો વચ્ચે ઘણી બધી સેવાકીય પ્રવૃતિ કરીને દરેક સમાજનાં લોકોને ઉપયોગી થયા છે. એવા વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નીમણુંક કરવામાં આવી છે.

આ તકે વિપુલભાઇ ઠેશીયાની ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા પૂર્વ કેબીનેટ મંત્રી ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય લલીતભાઇ વસોયા, ધોરાજી માર્કેટીંગ યાર્ડ ચેરમેન હરકીશન માવાણી, વી.ડી. પટેલ, હરસુખભાઇ ટોપીયા, કે.પી. માવાણી, સંજયભાઇ જાગાણી, જીતેન્દ્રભાઇ ઠેશીયા, મીહીર હીરપરા, વીનુભાઇ માથુકીયા, પરેશ વાગડીયા સહિતના લોકોએ વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નીમણુંક થતા શુભેચ્છાઓ પાઠવેલ હતી.

હિન્દુ યુવક-સંઘ ધોરાજી, શ્રી કૃષ્ણ ગૌ શાળા, ધોરાજી, માધવ ગૌશાળા ધોરાજી, ખોડલધામ સમિતિ ધોરાજી, ખોડલધામ યુવા સમિતિ ધોરાજી, નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી, જનતા ગ્રૃપ ધોરાજી સહિત સામાજીક સંસ્થાના હોદ્દેદારો, સમાજ શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ વિપુલભાઇ ઠેશીયાની ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક થતા અભિનંદન પાઠવેલ હતા.

'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતમાં વિપુલભાઇ ઠેસીયા સાથે 'અકિલા' ના ધોરાજીના પત્રકાર ધમેન્દ્રભાઇ બાબરીયા, ધોરાજી યાર્ડના ચેરમેન હરકિશનભાઇ માવાણી, સેવાભાવી ભોલાભાઇ સોલંકી, સાગરભાઇ સોલંકી, ચંદ્રેશભાઇ પટોળીયા ઉપસ્થિત રહ્યા હતાં.

વિપુલભાઇ ઠેસીયાના (મો. ૯૮૯૮ર ૯૦૮૪૯) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(4:10 pm IST)