રાજકોટ
News of Thursday, 27th January 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવી નિમણૂંકને બદલે કુલપતિનો ચાર્જ ડીનને સોંપાશે તેવા ઉજળા સંજોગો

૩૧મીએ સર્ચ કમિટીમાં ફાઈનલ નામ થાય તો પણ તુરંત નિમણૂંક નહી કરવાના મૂડમાં સરકારરાજકોટ, તા. ૨૭ :. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ નીતિનભાઈ પેથાણીને કુલનાયક વિજયભાઈ દેશાણીનો કાર્યકાળ ૬ ફેબ્રુઆરી પૂર્ણ થાય છે ત્યારે સરકાર દ્વારા કોઈ નવી નિમણૂંક માટે ઉતાવળ કરવાના મૂડમાં ન હોવાનું જાણવા મળે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીનીયર ડીનને કાર્યકારી કુલપતિ પદનો ચાર્જ સોંપવાના ચક્રોગતિમાન થયા છે. ૩૧મીએ મળનાર વીસી સર્ચ કમિટીની બેઠક ઉપર મીટ મંડાઈ છે. સરકાર નવી નિમણૂંક રાતોરાત કરી શકે છે.

કાર્યકારી કુલપતિનો કાર્યભાર મેડીકલ વિદ્યાશાખાના ડીન ડો. વિજય પોપટ અથવા વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન પ્રો. ગિરીશ ભીમાણીના નામો ચર્ચામાં છે.

(4:09 pm IST)