રાજકોટ
News of Thursday, 27th January 2022

રૈયા રોડ પરના નરેન્‍દ્રભાઈ પારેખ ચોક ખાતે સ્‍પીડ બ્રેકર બનાવવા જરૂરી

જાગૃત નાગરિક અશોકભાઈ મશરૂની રજૂઆત

રાજકોટ, તા. ૨૭ :. રંગીલા રાજકોટના રૈયા રોડ અન્‍ડરબ્રિજથી હનુમાન મઢી ચોક વચ્‍ચે ન્‍યુ એરા સ્‍કૂલ પાસેના ‘નરેન્‍દ્રભાઈ પારેખ' ચોક પાસે વારંવાર અકસ્‍માત તથા ટ્રાફિક સમસ્‍યા રહે છે. આ રસ્‍તો એરપોર્ટ રોડથી કાલાવડ રોડને ટચ થતો હોવાથી ટ્રાફિક પણ ખૂબ જ રહે છે. સાથે સાથે કોર્નર પર સ્‍કૂલનો ટ્રાફિક તો ખરો જ. તેમા પણ હનુમાન મઢીનું સાઈડ સિગ્નલ ખૂલ્‍યુ હોય ત્‍યારે ભયંકર ટ્રાફિક સર્જાય છે, તો આ ચોકમાં સ્‍પેશ્‍યલ ડિમાન્‍ડ પર સ્‍પીડબ્રેકર બનાવવા અત્‍યંત જરૂરી છે.
તેમજ વર્તમાન પરિસ્‍થિતિ મુજબ ૧૦ વાગ્‍યાનું કરફયુ છે તેમ છતાં હનુમાન મઢી ચોક, ઈન્‍દીરા સર્કલ વગેરે ઘણા ચોકમાં હજુ પણ ૧૦ વાગ્‍યા સુધી સાઈડ સિગ્નલ ચાલુ રહે છે. જે ૯.૩૦ પછી ટ્રાફિક ઓછો હોય, તો આ બાબત પર તંત્રવાહકો ધ્‍યાન લઈ, યોગ્‍ય કાર્યવાહી કરે તેવી લોક માંગણી  હોવાનું જાગૃત નાગરિક અશોકભાઈ મશરૂએ તંત્રને રજૂઆત કરી છે

 

(3:55 pm IST)