રાજકોટ
News of Thursday, 27th January 2022

વોર્ડ નં.૧૨નાં મવડી વિસ્તારમાં રસ્તાઓ ટનાટન બનશે

મવડી મેઇન રોડ, શ્રીનાથજી સોસાયટી, વિનાયક વગેરે લતાઓમાં ૨.૯૫ કરોડના ખર્ચે પેપર રી-કાર્પેટ થશે : પ્રદિપ ડવ, મગનભાઇ સોરઠીયા, મિલતબેન લાઠિયા, અસ્મિતાબેન દેલવાડિયા સહિતના કોર્પોરેટરોનાં પ્રયત્નો સફળ : સ્ટેન્ડિંગ કમિટિનો આભાર માન્યો

રાજકોટ,તા. ૨૬ : શહેરનાં વોર્ડ નં. ૧૨ મવડી મેઈન રોડ તથા શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર અને અંકુર નગર વગેરે વિસ્તારમાં રૂ. ૨ કરોડના ખર્ચે પેવર રી-કાર્પેટ કામ કરવાનું સ્થાયી સમિતી માં મંજુર થતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સભ્યશ્રીઓનો આભાર વ્યકત મેયર ડો. પ્રદિપ ડવ સહિતના કોર્પોરેટરો દ્વાર કરવામાં આવ્યો છે.

આ અંગે વોર્ડ નં. ૧૨ કોર્પોરેટર અને મેયર ડો. પ્રદિપ ડવ, મિતલબેન લાઠિયા, અસ્મિતાબેન દેલવાડિયા, મગનભાઈ સોરઠીયા જણાવે છે કે, આજરોજ વોર્ડ નં. ૧૨ મવડી મેઈન રોડ (મવડી ચોકડીથી સંસ્કાર સિટી સુધી) તેમજ શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર, સ્વામિનારાયણ નગર, કડિયા નગર, વૃંદાવન નગર, અંકુર નગર, અક્ષ્રરધામ, વિષ્ણુ નગર વગેરે વિસ્તારમાં રૂ. ૨.૯૫ કરોડના ખર્ચે પેવર રી-કાર્પેટ કરવાનું સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ તેમજ સભ્યશ્રીઓનો આભાર વ્યકત કરેલ છે.

આ રસ્તાની ટ્રીટમેન્ટમાં મવડી મેઈન રોડ તથા શ્રીનાથજી સોસાયટી, વિનાયક નગર, સ્વામિનારાયણ નગર, કડિયા નગર વગેરે વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેઈન લાઈન તેમજ ડી.આઈ. પાઈપલાઈનના ચરેડામાં જી.એસ.બી. વેટમિકસની ટ્રીટમેન્ટ તેમજ પેવર રી-કાર્પેટના કામે ડી.બી.એમ., બી.સી. તથા બેઝકોટ, સીલકોટ કરી આશરે ૪૧૭૧૦.૦૦ ચોરસ મીટર એરિયામાં ડામર રોડ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ આ કામ થવાથી મવડી ચોકડીથી રામધણ આશ્રમથી વગડ ચોક મેઈન રોડને જોડતા મુખ્ય રસ્તાના ટ્રાફિકની અવર-જવરને ફાયદારૂપ થશે. ઉપરાંત શકિતનગર, પંચનાથ, હરિદ્રાર, કૃષ્ણ વલ્લભાચાર્યધામ, સોજીત્રા પાર્ક, નંદનવન ૪૦ ફુટ મેઈન રોડને લાગુ સોસાયટી, ગ્રીન પાર્ક, ડી.એમ.પાર્ક, મવડી ગામતળ તેમજ આગળ પાળ,રાવકી, લોધિકાને જોડતો આ મુખ્ય રસ્તો હોય આ રોડ થતા હજારો વાહનોના આવન-જાવનમાં સરળતા રહેશે. તેમજ લાગુ વિસ્તારોની આવવા-જવાની સુવિધામાં વધારો થશે. તેમજ આ કામ થવાથી આશરે લાખો લોકોને ફાયદો થશે.  આ ઉપરાંત મવડી મેઈન રોડ પેવર ડામર થતા વોર્ડ નં. ૧૧ અને ૧૨ને લાગુ તમામ સોસાયટીના રહેવાસીઓને સુવિધામાં મળશે.

(3:14 pm IST)