રાજકોટ
News of Thursday, 27th January 2022

શહેરમાં બપોર સુધીમાં કોરોનાના ૨૬૯ કેસ નોંધાયા

છેલ્લા બે દિવસમાં ૨૩૨૦ કેસ નોંધાયાઃ હાલ ૮૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ : કુલ કેસનો આંક ૫૭,૯૪૯એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૨૬ : શહેરમાં દરરોજ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્‍યારે આજ બપોર સુધીમાં ૨૬૯ કેસ નોંધાયા છે. હાલ ૮૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
બે દિવસમાં ૨૩૨૦ કેસ નોંધાયા
શહેરમાં તા. ૨૫ જાન્‍યુઆરીનાં શનીવારે સાંજ સુધીમાં ૧૩૭૬ કેસ નોંધાયા હતા. જયારે ગઇકાલે બુધવારે સાંજે  સુધીમાં ૯૪૪ સહિત કુલ ૨૩૨૦ રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા.
બપોર સુધીમાં ૨૬૯ કેસ
મ્‍યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્‍યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૨૬૯ કેસ નોંધાયા છે. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ   ૫૭,૯૪૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૯,૦૩૫  દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૪૩૯૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૯૪૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨૧.૪૮ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૬,૪૫,૩૮૨ લોકોનાં  ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૫૭,૯૪૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૨ ટકા થયો છે. રિકવરી રેટ ૮૪.૬૧ ટકાએ પહોંચ્‍યો છે. ગઇકાલે ૧૨૫૯ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે.

 

(2:55 pm IST)