જીવનનગર રાષ્ટ્રીય રંગે રંગાયુ
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ સમિતિ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ હતી. વોર્ડ નં. ૧૦ ભાજપ મંત્રી બલરામસિંહ રાણાએ ઉપસ્થિત રહી સૌને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા પાઠવી હતી. મશાલ સરઘસમાં મુકેશભાઇ પોપટ, વિનોદરાય ભટ્ટ, નવીનભાઇ પુરોહીત, વિનુભાઇ ઉપાધ્યાય, ગોવિંદભાઇ ગોહેલ, સંજય ધકાણ, પાર્થ ગોહેલ, શૈલેષભાઇ પુજારા, અંકલેશ ગોહિલ, પ્રવિણભાઇ જોષી પુજારી, મિથુન સહાની, મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, શોભનાબેન ભાણવડીયા, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, વાસંતીબેન ત્રિવેદી, કલ્પનાબેન દવે, આશાબેન મજેઠીયા, જલ્પાબેન નકુમ, દ્રષ્ટિ વખારીયા, જીયા નકુમે ભારત માતાની વેશભુષામાં ભાગ લીધો હતો.