રાજકોટ
News of Thursday, 27th January 2022

૪૦ કલાકમાં ૬૦૦ કિ.મી. સાયકલિંગ : 'સુપર રેન્ડોનીયર'નું ટાઇટલ હાંસલ કરતા રાજકોટના ૧૨ સાયકલ યાત્રીઓ

રાજકોટ તા. ૨૭ : ફ્રાન્સની સાયકલિંગ કલલ ઓડેકસ કલબ પેરિસન તથા ભારતની ઓડેકસ ઇન્ડિયા રેન્ડોનીયર સાથે સંલગ્ન રાજકોટ રેન્ડોનીયરર્સ દ્વારા તાજેતરમાં આખી સુપર રેન્ડોનીયર્સ સીરીઝની બી.આર.એમ. યોજવામાં આવી હતી.

જેમાં રાજકોટથી જામનગર અને ત્યાંથી પરત ફરી સોમનાથ જઇ ત્યાંથી પરત રાજકોટ એમ કુલ ૬૦૦ કી.મી. સાયકલિંગ ૪૦ કલાકની મર્યાદામાં કરવાનું હતુ. કુલ ૧૨ સાયકલીસ્ટોએ આ બીઆરએમમાં ભાગ લઇ નિચ્ચિત સમયમાં સાયકલિંગ પૂર્ણ કરી સુપર રેેન્ડોનીયર્સનું ટાઇટલ મેળવ્યુ હતુ.

આ ૧૧ સાયકલ યાત્રીઓમાં પરાગ તન્ના, આરતી ચાપાણી, સંદીપ મારૂ, દિવ્યેશ પટેલ, ઇન્દ્રજીત કૌશિક, રમેશ કાનાણી, બ્રિજેશ મહેતા, કેયુર જીવાણી, મનીષ પરલીકર, બલરાજ હુંબલ અને રાણા રોયનો સમાવેશ થાય છે.

રાજકોટ રેન્ડોનીયર કલબના વિજય દોંગાના જણાવ્યા અનુસાર કલબના મેમ્બર પરાગ તન્નાએ સતત છઠ્ઠીવાર આ ટાઇટલ મેળવ્યુ છે. આરતી ચાપાણીએ પાંચમીવાર, સંદીપ મારૂએ ત્રીજીવાર અને દિવ્યે પટેલ તથા ઇન્દ્રજીત કૌશિકે બીજીવાર આ ટાઇટલ મેળવ્યુ છે. એજ રીતે આગામી તા. ૨૯ ના ૬૦૦ કી.મી. બી.આર.એમ. પૂર્ણ કરી કલબના સીનીયર સાયકલિસ્ટ પરેશ બાબરીયા આઠમીવાર અને ભાવિક પાંઉ બીજીવાર સુપર રેન્ડોનીયરનું ટાઇટલ હાંસલ કરશે.

સાયકલિંગને પ્રોત્સાહન આપવા આવી સાયકલ ઇવેન્ટનું આયોજન આ કલબ દ્વારા કરવામાં આવે છે. વધુ માહીતી માટે  મો.૯૩૧૬૩ ૩૨૦૬૩ ઉપર સંપર્ક કરવા રાજકોટ રેન્ડોનીયર્સ કલબની યાદીમાં જણાવાયુ છે.

(2:50 pm IST)