રાજકોટ
News of Thursday, 27th January 2022

ભાજપ કાર્યાલયે તિરંગાને સલામી

પ્રજાસતાક દિન  નિમિતે શહેર ભાજપ કાર્યાલય શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્‍યક્ષતામાં અને રાજકોટ દક્ષીણ ના ધારાસભ્‍ય અને રાજયના પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલના હસ્‍તે  ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો શહેર ભાજપ દ્વારા તીરંગાને આન,બાન અને શાનથી સલામી આપી રાષ્‍ટ્રગાન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ડો.દર્શીતાબેન શાહ, પુષ્‍કર પટેલ, વિનુભાઈ ઘવા, સુરેન્‍દ્રસિહ વાળા, ભાનુબેન બાબરીયા,  સહીતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા  હતા. કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઘ્‍યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના પ્રવીણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, રાજન ઠકકર, વિજય મેર, રાજ ધામેલીયાએ જહેમત ઉઠાવી હતી.

 

(2:38 pm IST)