રાજકોટ
News of Thursday, 27th January 2022

મોરબીના અરૂણાબેનનું રાજકોટ સિવિલના કમ્પાઉન્ડમાં મોત

 

રાજકોટ : મુળ મોરબી ભડીયાદ કાંટા પાસે રહેતાં અરૂણાબેન ખીમજીભાઇ ભટ્ટી (ઉ.વ.૬૦) કેટલાક સમયથી રાજકોટ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં હોઇ અહિ બિમારીને કારણે બેભાન થઇ જતાં ઇમર્જન્સી વિભાગમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:30 am IST)