રાજકોટ
News of Thursday, 27th January 2022

મુળીના ગોદાવરી-કૂકડા પાસે અકસ્માતમાં યુવાનનું મોત

 

રાજકોટઃ મુળીના ગોદાવરી અને કૂકડા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા યુવાનું મોત નિપજ્યું હતું. આશરે પાંત્રીસ વર્ષનો યુવાન ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. યુવાનને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો. મુળી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(11:29 am IST)