રાજકોટ
News of Wednesday, 27th January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 34 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 48 કેસ નોંધાયા

 રાજકોટ: શહેરમાં સાંજે 34 અને બપોરે 14 સાથે આજે કુલ 48 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 34 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 15,114 થયા છે. હાલમાં 275 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 56 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી.

(8:13 pm IST)