રાજકોટ
News of Wednesday, 27th January 2021

ત્રિવેદી એકેડેમી દ્વારા ટેનીસ ટૂર્નામેન્ટ

 સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે નવનિર્મિત ટેનીસ કોર્ટ પર ત્રિવેદી ટેનીસ એકેડેમી દ્વારા આયોજીત 'ઓપન રાજકોટ રિપબ્લીક ડે ચેમ્પીઅનશીપ-૨૦૨૧'ની ફાઈનલ મેચો રમાયેલ. જેમાં અન્ડર-૧૦માં હરીવંશ વેકરીયા ચેમ્પીઅન થયેલ જ્યારે વિહાન ગોટેચાએ રનરઅપ ટ્રોફી મેળવેલ. અન્ડર-૧૨માં અભિનવ પરમાર ચેમ્પીઅન થયેલ અને સુનય પારેખે રનરઅપ ટ્રોફી મેળવેલ. વિજેતાઓને ટ્રસ્ટના પ્રમુખ નિદ્દત બારોટ, સામાજીક સંસ્થાઓના ટ્રસ્ટી અને અગ્રણી મુકેશભાઈ દોશી તેમજ એકેડેમીના સ્વાતિ ત્રિવેદી દ્વારા ટ્રોફીઓ એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ તેમજ સરદાર પટેલ સિનીયર, જૂનીયર એવોર્ડ મેળવેલ એવી ટેનીસ પ્રતિભા કુ. વૈભવી ત્રિવેદીએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ.

(4:12 pm IST)