રાજકોટ
News of Wednesday, 27th January 2021

ભાજપ દ્વારા લોધીકા જીલ્લા પંચાયતની ર અને તાલુકા પંચાયતની ૧૬ બેઠક માટે સેન્સ પ્રક્રિયાઃ અનેક દાવેદારો

ખીરસરાઃ લોધીકા જીલ્લા પંચાયતની ર સીટ અને તાલુકા પંચાયતના ૧૬ સીટ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ગઇકાલે મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે નિરીક્ષકો ખોડાભાઇ ખાસીયા, શૈલેષભાઇ શીંગાળા, નીતાબેન ગુંદારીયા ઉપસ્થિત રહ્યા હતા. લોધીકા જીલ્લા પંચાયતની લોધીકા-૧ સિટ ઉપરથી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઇ દાફડા તાલુકા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ માવજીભાઇ સાગઠિયા BTK (એન્જીનીયર) યુવાન ઉદિત વાઘેલા સહિતનાઓએ દાવેદારી રજુ કરેલ છે તો જીલ્લા પંચાયત સિટ પારડી-ર માં જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી પૂર્વ તાલુકા પંચાયત મહામંત્રી લાખાભાઇ ચોવટીયા સંગઠન ઉપપ્રમુખ ઘનશ્યામભાઇ ભુવા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઇ ટીલાળા મહિલા મોરચાના પ્રમુખ રસિલાબેન સોજીત્રા સહિતનાઓએ દાવેદારી નોંધાવેલ છે. તાલુકા પંચાયત લોધીકા-૧ સિટમાં તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી તાલુકા પંચાયત લોધીકા-ર સિટમાં પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા જેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ છે તેમને દાવેદારી નોંધાવેલ છે તો હરિપર (પાળ) સિટમાં તાલુકા ભાજપ મહામંત્રીએ દાવેદારી કરેલ છે ચાંદલી સિટમાં રાજકોટ લોધીકા સંઘના વા. ચેરમેન સંજયભાઇ અમરેલીયા તેમજ લોધીકા યુવા ભાજપના પ્રમુખ વિપુલભાઇ મોરડે ફોમ રજુ કરેલ છે. મોટાવડા સિટમાં પૂર્વ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ તેમના પત્નીનું ફોર્મ રજુ કરે છે તો નગરપીપળીયા સિટમાં રાજકોટ જીલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવેલ છે તો ખીરસરા સિટમાં પૂર્વ સરપંચ ખીરસરા સ્ટેટના રાજેન્દ્રસિંહ જાડેજાએ દાવેદારી નોંધાવી આમ ભારતીય જનતા પાર્ટીના અનેક હોદેદારો પૂર્વ હોદેદારો કાર્યકરોએ ઉમેદવારી માટેની દાવેદારી રજુ કરી હતી. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(2:57 pm IST)