રાજકોટ
News of Wednesday, 27th January 2021

શાસ્ત્રી મેદાન સામે ફૂટપાથ પર જુગાર રમતા ત્રણ પકડાયા

એહમદ જુણેજા, સતાર દલવાણી અને મહેબુબ ડોઢીયાની ધરપકડ

રાજકોટ તા. ૨૭ : શહેરના શાસ્ત્રીમેદાન સામે રોડ સાઇડમાં ફૂટપાથ પર જુગાર રમતા ત્રણ શખ્સોને પ્ર.નગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શાસ્ત્રીમેદાન સામે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ તથા હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા અને મહાવીરસિંહ સહિતે શાસ્ત્રી મેદાનની સામે ફૂટપાથ પર તીનપત્તીનો જુગાર રમતા કેસરી હિંદ પુલ પાસે બાલાજી કોમ્પલેક્ષ ફલેટ નં. ૧૦૩ના એહમદ કાસમભાઇ જુણેજા (ઉ.૫૪), જાગનાથ પ્લોટ શેરી નં. ૨૬ના સત્તાર ઇશાકભાઇ દલવાણી (ઉ.૪૬), કોઠારીયા મેઇન રોડ વિવેકાનંદનગરના મહેબુબ તૈયબભાઇ ડોઢીયા (ઉ.૩૫)ને પકડી લઇ રૂ. ૧૧૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(2:48 pm IST)