રાજકોટ
News of Wednesday, 27th January 2021

ભીસ્તીવાડમાં મકાનના ધાબા પર દારૂની મહેફીલ માણતા બે વેપારી સહીત ૪ ઝડપાયા

પ્ર.નગર પોલીસનો દરોડોઃ વિશ્વદિપસિંહ ઉર્ફે બંટી, પ્રદીપ ગજ્જર, કલ્પેશ ખોલીયા અને રોની ચંદાણીની ધરપકડઃ દારૂની બોટલ, ચાર ગ્લાસ, સીંગ, દાળીયા અને ચવાણુના પેકેટ કબ્જે

રાજકોટ, તા., ર૬: ભીસ્તીવાડ ચોક પાસે આવેલા એક મકાનના ધાબા પર કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ડમડમ હાલતમાં પકડી લીધા હતા.

મળતી  વિગત મુજબ ભીસ્તીવાડ ચોક પાસે આવેલા એક મકાનમાં કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ તથા યુવરાજસિં જાડેજા, દેવશીભાઇ તથા અક્ષયભાઇ સહીતે ઠકરાર મેન્સન નામના મકાનમાં દરોડો પાડી ધાબા પર દારૂની મહેફીલ માણતા મકાન માલીક વિશ્વદિપસિંહ ઉર્ફે બંટી વિરેન્દ્રસિંહ ઠાકુર (ઉ.વ.૪૦) દોઢસો ફુટ રોડ બીગબજારની સામે ઓસ્કાર ટાવરની બાજુમાં સીલ્વર સ્ટોન મેઇન રોડ પર રહેતા પ્રદીપ જયભાઇ ગજ્જર (ઉ.વ.ર૬) જંકશન પ્લોટ શેરી નં. ૯ ના કલ્પેશ કીરીટભાઇ ખોલીયા (ઉ.વ.ર૮) તથા જંકશન પ્લોટ શેરી નં. ૧પ માં કર્મભુમી એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૪ના રોની રોબીનસન ચંદાણી (ઉ.વ.૩૦) ને નશાની હાલતમાં પકડી લઇ ચાર પ્લાસ્ટીકના ગ્લાસ, દારૂની બોટલ અને સીંગ-દાળીયા અને ચવાણુના પેકેટ સહીતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. આઇ.જી.જાડેજા અને શૈલેષભાઇ નેચડા સહીતે બાતમીના આધારે પાડાસણા ગામ પાસે લોધીકા ગામ તરફ જવાના રસ્તા પરથી જી.જે. ૩ કેકયુ ૮૮૪પ નંબરના બાઇક પર નીકળેલા સુનીલ ગેલાભાઇ મુંધવા (ઉ.વ.ર૧) (રહે. પાડાસણ ગામ) અને રાજેશ ઉર્ફે બાંધો ચંદ્રકાંતભાઇ મકવાણા (ઉ.વ.૩૦) (રહે. ત્રંબા ગામ)ને રૂ. ૧૬૦૦ ની કિંમતની દારૂની ૪ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:48 pm IST)