રાજકોટ
News of Wednesday, 27th January 2021

શનિવારથી શાસ્ત્રી મેદાન ખાતેનું બસ સ્ટેન્ડ થશે ખાલીખમ : નવા બસ પોર્ટ પર રૂટ કરાશે ડાયવર્ટ

એસટી તંત્ર દ્વારા શાસ્ત્રીમેદાનનો કબ્જો કલેકટર તંત્રને સોંપી દેવામાં આવશે

રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતેનું એસ.ટી બસસ્ટેન્ડ 30મી જાન્યુઆરીથી કાયમ માટે બંધ થશે. શનિવારથી તમામ એસ.ટી બસના રૂટ નવા બસ પોર્ટ ખાતેથી જ ઓપરેટ થશે. એસટી તંત્ર દ્વારા શાસ્ત્રીમેદાનનો કબ્જો કલેકટર તંત્રને સોંપી દેવામાં આવશે એવું કલેકટરના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

રાજકોટ એસ.ટી બસસ્ટેન્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રી મેદાન ખાતેનું બસસ્ટેન્ડ કાયમ માટે બંધ કરી નાખવામાં આવશે. ત્યારબાદ નવા બસ પોર્ટ ખાતેથી તમામ રૂટ ચાલુ કરવામાં આવશે. પોરબંદર, જૂનાગઢ, ઉના, કોડીનાર, સોમનાથ, દીવ, ગોંડલ, લોધીકા, જેતપુર, વીરપુર, ધોરાજી, ઉપલેટા, જામજોધપુર, વેરાવળ, બગસરા, ધારી, કુંકાવાવ, તુલસીશ્યામ જતી બસો તા.28 જાન્યુઆરીથી નવા બસ પોર્ટ પરથી ઉપડશે.જયારે તા.30થી ભાવનગર, બોટાડ, ગઢડા, જસદણ, અમરેલી, સાવરકુંડલા, તળાજા, વિછિયા, સારંગપુર જતી બસો પણ નવા બસ પોર્ટથી ઓપરેટ થશે.

(1:42 pm IST)