રાજકોટ
News of Wednesday, 27th January 2021

રાજકોટ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાનું ગૌરવ

કાગદડીના જીજ્ઞાબેન વસાવડાનો અનેરો શિક્ષણ સેવાયજ્ઞ

શિક્ષિકા દ્વારા કોરોના કાળમાં ઓનલાઈન ઉપરાંત ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણઃ ટેકનોલોજીનો ઉપયોગ

રાજકોટ, તા. ૨૭ :. ટંકારા પાસેની કાગદડી તાલુકા શાળાના ભૂતપૂર્વ આચાર્યા અને વર્તમાન શિક્ષિકા જીજ્ઞાબેન વસાવડાએ કોરોના કાળમાં અનેરો શિક્ષણ સેવા યજ્ઞ કર્યો છે. ગ્રામીણ ક્ષેત્રના બાળકો માટે તેણીએ જવાબદારી ઉપરાંતનું કાર્ય કરી ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે (મો. ૮૧૬૦૦ ૯૫૧૦૧).

કોરોનાના કારણે લાંબા સમયથી પ્રાથમિક શાળાઓ બંધ હોવાથી જીજ્ઞાબેન વસાવડા વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા ઉપરાંત પ્રત્યક્ષ ભણાવવા માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને ઘરે ઘરે જાય છે. બાળકો માટે ઓનલાઈન શિક્ષણલક્ષી વિડીયો બનાવીને મોકલે છે. સમયાંતરે સ્પર્ધાઓ યોજતા રહે છે. શ્રમિકોના બાળકોને અભ્યાસમાં સરળતા રહે તે માટે શ્રમિકોના રોજગાર દાતાઓને પણ વાકેફ કરે છે. વાલીઓ સાથે સંવાદ કરે છે. વોટ્સએપ ગૃહથી ગૃહકાર્ય મોકલે છે. રમકડાથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત માટે પ્રોત્સાહિત કરતા રહે છે. કાગદડીના પૂર્વ સરપંચ વસંતભાઈ લીંબાસિયા સહિતના આગેવાનોએ તેમની ફરજનિષ્ઠાની પ્રશંસા કરી અભિનંદન આપ્યા છે.

(12:07 pm IST)