રાજકોટ
News of Wednesday, 27th January 2021

મોરબીના લાલપરમાં આર્થિક ભીંસને કારણે સુજાતાએ ઝેરી દવા પીધી

પાંચ મહિના પહેલા જ અજય ચારોલીયા સાથે મૈત્રી કરાર કર્યા છેઃ રાજકોટ સારવાર માટે ખસેડાઇ

રાજકોટ તા. ૨૭: મોરબીના લાલપરમાં પેન્ટોક સિરામીક નજીક રહેતી સુજાતાબેન અજય ચારોલીયા (ઉ.વ.૩૫)એ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

સુજાતાને હોસ્પિટલે લાવનાર અજય ચારોલીયાએ કહ્યું હતું કે તેણે પાંચ મહિના પહેલા જ સુજાતા સાથે મૈત્રી કરાર કર્યા છે. તેનો પતિ વર્ષોથી તેને સાચવતો ન હોઇ અને પોતાની પત્નિ પણ માવતરે જતી રહી હોઇ બંને વચ્ચે ઓળખ થયા બાદ કરાર કરીને સાથે રહે છે. હાલમાં મજુરી કામ ચાલતું ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:25 am IST)