રાજકોટ
News of Wednesday, 27th January 2021

વધુ બે બુટલેગર જય ઉર્ફ માજન અને જયેશ ઉર્ફ બોદીયોને પાસા તળે જેલમાં ધકેલી દેવાયા

ક્રાઇમ બ્રાંચે અને ભકિતનગર પોલીસે વોરન્ટની બજવણી કરી અમદાવાદ જેલહવાલે કર્યાઃ પીસીબીની ટીમે દરખાસ્ત તૈ્યાર કરવામાં મદદ કરી

રાજકોટ તા. ૨૭: દારૂના વધુ બે બુટલેગરને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસામાં ધકેલી દીધા છે. આગામી ચૂંટણીના સમયમાં આચાર સંહિતાની કડક અમલવારી થાય અને શહેરમાં શાંતિ સલામતિ જળવાઇ રહે તે માટે કાર્યવાહી કરવાની સુચના અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચે દારૂના ગુનામાં પકડાયેલા જય ઉર્ફ માજન પ્રફુલભાઇ લાઠીગરા (ઉ.વ.૪૮-રહે. રૈયા રોડ બ્રહ્મસમાજ જ્ઞાનજીવન સોસાયટી-૪૧)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મુકી હતી.

આ દરખાસ્તને શ્રી અગ્રવાલે મંજુર કરતાં જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીસીબી પીઆઇ આર. વાય. રાવલ, ડીસીબી હેડકોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, પીસીબીના એએસઆઇ શૈલેષભાઇ રાવલ, હેડકોન્સ. રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને કોન્સ. રાહુલગીરી ગોસ્વામીએ વોરન્ટ બજવણી કરી જય ઉર્ફ માજનને અમદાવાદ જેલહવાલે કર્યો છે.

જ્યારે રણુજા હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૧૨૪માં રહેતાં જયેશ ઉર્ફ બોદીયો ભાઇલાલ ચોૈહાણ (ઉ.વ.૨૬) પણ દારૂના ગુનામાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં અમદાવાદ જેલહવાલે કરાયો છે. એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, હોમગાર્ડ હાર્દિકભાઇ અને પીસીબીની ટીમે વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

પત્નિ સાથે ચડભડ થતાં સતનામ શેમ્પુ પી ગયો

રાજકોટ તા. ૨૭: આજીડેમ પાસે કિસાન ગોૈશાળામાં રહેતો અને મજૂરી કરતો મુળ યુપીનો સતનામ બીરસિંગ ચોૈહાણ (ઉ.વ.૨૨) પત્નિ સાથે ચડભડ થતાં શેમ્પુ પી જતાં ઉલ્ટીઓ થવા માંડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. જો કે ટુંકી સારવાર બાદ સારુ થઇ જતાં રજા લઇને જતો રહ્યો હતો.

(10:22 am IST)