રાજકોટ
News of Saturday, 27th January 2018

નાનામવા રોડ પર રૂરલ પોલીસની વેન અને કાર વચ્ચે અકસ્માત

રાજકોટ : રૂરલ પોલીસની સ્ટાફ વેન  મવડી હેડ કવાટર જઇ રહી હતી ત્યારે નાનામવા રોડ અક્ષર પાર્કમાં એક કાર સાથે અકસ્માત થતા અર્ટીકા કારના આગળના ભાગમાં બુકડો બોલી ગયો હતો. કાર ચાલકને ઙ્ગઇજા થવા પામી હતી.

આ બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જોકે હજુ સુધી કોઇ ફરિયાદ થયેલ નથી આ બનાવમાં કાર કોઇ મહીલા ચલાવતી હોવાનું લોકોમાં ચર્ચા જાગી છે.

(8:06 pm IST)