રાજકોટ
News of Friday, 26th November 2021

સિવિલ હોસ્પિટલમાં વિકૃત ઢગાએ બાળકને બાથરૃમમાં પુર્યોઃ હોબાળો થતા વાત પોલીસ સુધી પહોંચી

ગુમ થયેલા બાળકની પરિવારજનોએ સિકયુરીટીની ટીમ સાથે શોધખોળ કરતા બાથરૃમમાંથી મળી આવ્યોઃ અજુગતુ થયાની શંકાઃ ઢગાને પોલીસને સોંપવા તજવીજ

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આજે બપોર બાદ એક પાંચથી છ વર્ષનો બાળક ગુમ થતા પરિવારજનોએ આકુળ-વ્યાકુળ થઇ શોધખોળ શરૃ કરી હતી. બનાવની જાણ થતા સિવિલની સિકયુરીટી ટીમ પણ તપાસમાં જોડાઇ હતી. ભારે શોધખોળને અંતે ઓપીડી બિલ્ડીંગના એક બાથરૃમમાંથી ગુમ થયેલો બાળક એક ઢગા સાથે મળી આવ્યો હતો. બાળકના હાવભાવ જોતા તેની સાથે અજુગતુ થયાની શંકા ઉપજતા એકઠ્ઠા લોકોએ ઢગાની ઢોલઢપાટ કરી લીધી હતી. ખરેખર ઘટના શું બની ? તે જાણવા શકમંદ ઢગાને બાળકના પરિવારજનો અને સિકયુરીટીની ટીમ પ્ર. નગર પોલીસ સ્ટેશને લઇ ગયાનું જાણવા મળે છે

(3:57 pm IST)