રાજકોટ
News of Friday, 26th November 2021

શિવમ્ સત્યમ સોસાયટીમાં પેવર કામનો પ્રારંભ

 વોર્ડ નં. ૧૦ માં નાનામૌવા મેઇન રોડ પાસે આવેલ શિવમ્ અને સત્યમ સોસાયટીમાં પેવર રોડના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, ડે. મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, શહેર ઉપપ્રમુખ પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રભારી પ્રવિણભાઇ મારૂ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, ભાજપ અગ્રણી મનીષાબેન શેઠ, સ્થાનિક રહેવાસીઓ ધીરૂભાઇ ઠુંમર, વિજયભાઇ પટોડીયા, દિલીપભાઇ કાંસડીયા, દિનેશભાઇ પટેલ, ચાર્મીબેન ફાચરા, હીરલબેન વોરા, ચંદ્રીકાબને કારસરીયા, કીંજલબેન પાનસુરીયા, રીનાબેન જેસડીયા, કિરણબેન રાદડીયા, કૈલાશબેન રાદડીયા, ચંદ્રીકાબેન પરસાણા, ગીતાબેન વીરાણી, રમીલાબેન લીંબાસીયા, ચારૂબેન દેલવાડીયા, રેખાબેન વૈષ્ણવ, મંજુબેન ગાજીપરા, વર્ષાબેન પટેલ, નિમિષાબેન રાદડીયા, કીંજલબેન સાવલીયા, પલ્લવીબેન, બીનદુબેન દવે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)