રાજકોટ
News of Friday, 26th November 2021

બુધવારે વિશ્વ એઇડસ દિનઃ એઇડસ પ્રિવેન્સન કલબ દ્વારા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન

સોમવારે પંચશીલ સ્કુલમાં ૧ હજાર મીણબતીની રેડ રિબનઃ મંગળવારે વિરાણી હાઇસ્કુલમાં ૧પ૦૦ છાત્રોની માનવ સાંકળઃ બુધવારે આર.એમ.સી. ગ્રાઉન્ડમાં લાલ ફુગ્ગા લહેરાવાશે

રાજકોટ, તા., ૨૬: સમગ્ર વિશ્વમાં ૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડસ દિવસ ઉજવપણીના ભાગરૂપ  રાજકોટમાં છેલ્લા ૩૩ વર્ષથી સતત અને સક્રિય કાર્ય કરતી એઇડસ પ્રિવેન્શન કલબ દ્વારા ર૯ મી નવેમ્બરથી ૩૧ મી ડીસેમ્બર ર૦રર સુધી સતત ચાર માસ સુધી ભરચક કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

કેન્ડલ લાઇટ રેડ રીબન, માનવ સાંકળ, છાત્રોની રેડ રીબન, સેમીનાર, લાલ ફુગ્ગાની વિશાળ રેડ રીબન હવામાં ઉડાડાશે સાથે શહેર જીલ્લાની તમામ હાઇસ્કુલોમાં ૧ લી ડિસેમ્બરે સવારે ૯ વાગ્યે છાત્રો રેડ રીબીન બનાવાશે.

દર વર્ષે એઇડસ સામે લડવા લડત સુત્ર અપાતું હોય છે. આ વર્ષનું લડત સુત્ર 'અસમાનતાનો અંત લાવો, એઇડસને નાબુદ કરો અને રોગચાળો સમાપ્ત કરો' છે. દરેક નગરજનોને ૧ લી ડિસેમ્બરે એઇડસનો જનજાગૃતી સિમ્બોલ 'રેડ રીબન' પીનઅપ કરીને રાજકોટને રેડ રિબન નગર બનાવવા એઇડસ પ્રિવેન્શન કલબના ચેરમેન અરૂણ દવેએ અનુરોધ કર્યો છે.

સંસ્થાના ચેરમેન અરૂણ દવે અને સેક્રેટરી વિશાલ કમાણીએ જણાવેલ છે કે ર૯ મીએ પંચશીલ સ્કુલ ખાતે ૧૦૦૦ મીણબતી દ્વારા પ્રકાશીત રેડ રીબન સવારે ૯ વાગે બનાવાશે. ૩૦ મીએ વિરાણી હાઇસ્કુલ ખાતે ૧૫૦૦ છાત્રોની માનવ સાંકળ સાથેની વિશાળ રેડ રીબન સવારે ૯ વાગે નિર્માણ કરાશે.

૧ ડિસેમ્બર સાંજે પ વાગે રા.મ્યુ. કોર્પોરેશનના પટાંગણમાં લાલ ફુગ્ગાની વિશાળ રેડ રીબન હવામાં તરતી મુકીને એઇડસને બાય બાય કહેવાશે. ર ડિસેમ્બરના કે.કે.વી. ચોક ખાતે જી.ટી.શઠ સ્કુલમાં સવારે ૧પ૦૦ છાત્રોની વિશાળ રેડ રીબન નિર્માણ કરાશે. આજ દિવસે સાંજે ૬ વાગે હિરાણી કોલેજ ખાતે પત્રકારો માટે એઇડસ વિષયક સેમીનાર યોજાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧ લી ડીસેમ્બરે સવારે ૯ વાગે દરેક શાળાના ધો.૮ થી ૧૨ના છાત્રો પોતાની શાળામાં રેડ રીબન બનાવશે ને વિજ્ઞાન શિક્ષક એઇડસ અંગે માહીતી આપશે. આ પ્રોજેકટમાં શિક્ષણાધીકારી કચેરી, નગર પ્રાથમીક શિક્ષણ સમીતી, જીલ્લા શિક્ષણ સમીતી અને સ્વનિર્ભર શાળાનો સહયોગ મળનાર છે. જીલ્લા શિક્ષણ તાલીમ ભવનની પી.ટી.સી. છાત્રા બધા જ કાર્યક્રમમાં સાથ સહકાર આપશે. એઇડસ દિવસના આ આયોજનમાં ૧૧૦૦ થી વધુ શાળા ૩ લાખ વિદ્યાર્થી જોડાશે. ર૯ મી નવેમ્બર થી ૩૧ મી માર્ચ ૨૦૨૨ સુધી સતત ૪ માસ એઇડસ જનજાગૃતીના વિવિધ કાર્યક્રમો યોજાશે.  સંસ્થાની હેલ્પલાઇન નં. ૯૮રપ૭ ૭૮૦૦૦ ઉપર વિશેષ માહીતી સાથે ટુંકા પ્રશ્નોના જવાબો પણ અપાશે તેમ કલબના ચેરમેન અરૂણ દવેની યાદીમાં જણાવાયું છે. 

(3:27 pm IST)