રાજકોટ
News of Friday, 26th November 2021

શહેર-ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડવાઇઝ પ્રમુખ-મહામંત્રી-કારોબારી સભ્યોની નિમણુંક

રાજકોટ તા. ર૬: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ સાથે વિચાર-વિમર્શ કરીને શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલીયા, મહામંત્રી જે. પી. ધામેચા, રત્નાભાઇ રબારી એ શહેરના તમામ વોર્ડના વોર્ડ પ્રમુખ મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોની નિમણુંક જાહેર કરી હતી.

જે મુજબ વોર્ડ નં. ૧ માં પ્રમુખ તરીકે રામકૃષ્ણભાઇ પ્રજાપતી, મહામંત્રી તરીકે મોહિતભાઇ શિયાર કારોબારી સભ્ય તરીકે પ્રવિણભાઇ જેઠવા, વોર્ડ નં. ર માં પ્રમુખ તરીકે નીલેશ તેરૈયા, મહામંત્રી તરીકે નિમેષ સિધ્ધપુરા, કારોબારી સભ્ય તરીકે સંજય મિયાત્રા, વોર્ડ નં. ૩ માં પ્રમુખ તરીકે બાબુભાઇ પરેશા, મહામંત્રી તરીકે રણધીરભાઇ સોનારા, કારોબારી સભ્ય તરીકે હસમુખભાઇ સીતારા, વોર્ડ નં. ૪ માં પ્રમુખ તરીકે કાનાભાઇ ડડૈયા, મહામંત્રી તરીકે ભાવેશ ચાવડા, કારોબારી સભ્ય તરીકે મુકેશભાઇ પંચાલ, વોર્ડ નં. પ માં પ્રમુખ તરીકે જગદીશભાઇ પીઠવા, મહામંત્રી તરીકે નિલેશ ગઢવી, કારોબારી સભ્ય તરીકે પીન્ટુભાઇ રાઠોડ, વોર્ડ નં. ૬ માં પ્રમુખ તરીકે અનીલભાઇ ચૌહાણ, મહામંત્રી તરીકે વાસુરભાઇ બકુતરા, કારોબારી સભ્ય તરીકે વિજયભાઇ મેથાણીયા, વોર્ડ નં. ૭ માં પ્રમુખ તરીકે રાજુભાઇ ચાવડા, મહામંત્રી તરીકે નિતીનભાઇ જરીયા, કારોબારી સભ્ય તરીકે જયુભાઇ રાઠોડ, વોર્ડ નં. ૮ માં પ્રમુખ તરીકે મૌલિકસિંહ વાઢેર, મહામંત્રી તરીકે ગોપાલ સભાડ, કારોબારી સભ્ય તરીકે નંદન માખેલા, વોર્ડ નં.૯ માં પ્રમુખ તરીકે પ્રદિપભાઇ ધાધલ, મહામંત્રી તરીકે પ્રકાશભાઇ ગોહિલ, કારોબારી સ્ભ્ય તરીકે જગદીશભાઇ હરસોડા, વોર્ડ નં. ૧૦ માં પ્રમુખ તરીકે હેમંતસિંહ ડોડીયા, મહામંત્રી તરીકે કેતન મકવાણા, કારોબારી સભ્ય તરીકે નારણભાઇ આહીર, વોર્ડ નં. ૧૧ પ્રમુખ તરીકે ધર્મેશભાઇ સોલંકી, મહામંત્રી તરીકે મનીષભાઇ ચાવડા, કારોબારી સભ્ય તરીકે મુળુભાઇ ઓડેદરા, વોર્ડ નં. ૧ર માં પ્રમુખ તરીકે ભગવાનભાઇ આહીર, મહામંત્રી તરીકે યોગેશ છાયા, કારોબારી સભ્ય તરીકે ચિરાગ ધ્રાંગધરીયા, વોર્ડ નં. ૧૩ માં પ્રમુખ તરીકે વિશાલભાઇ પરમાર, મહામંત્રી તરીકે રાજેશભાઇ ચોટલીયા, કારોબારી સભ્ય તરીકે ઉમેદભાઇ જરીયા, વોર્ડ નં. ૧૪ માં પ્રમુખ તરીકે રૂપેશભાઇ ચાવડા, મહામંત્રી તરીકે નીર્મલભાઇ લાવડીયા, કારોબારી સભ્ય તરીકે ઉજેશભાઇ દેશાણી, વોર્ડ નં. ૧૬ માં પ્રમુખ તરીકે હસમુખભાઇ કાચા, મહામંત્રી તરીકે મનોજભાઇ ચાવડા, કારોબારી સભ્ય તરીકે મનુભાઇ ચાંગડીયા, વોર્ડ નં. ૧૭ માં પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઇ ચાવડા, મહામંત્રી તરીકે ચેતનભાઇ સિંધવ, કારોબારી સભ્ય તરીકે સંદીપભાઇ પરમાર, વોર્ડ નં. ૧૮ માં પ્રમુખ તરીકે દિનેશભાઇ કીડીયા, મહામંત્રી તરીકે રાજુભાઇ ગઢવી, કારોબારી સભ્ય તરીકે રાજુભાઇ ડાંગરની વરણી કરાઇ હતી.

શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના વોર્ડના નવનિયુકત વોર્ડ પ્રમુખ-મહામંત્રી અને શહેર કારોબારી સભ્યોને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સુરેન્દ્રનગર જિલ્લા સંગઠનના પ્રભારી નિતીન ભારદ્વાજ, ભાવનગર શહેર સંગઠનના પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા સંગઠનના પ્રભારી રક્ષાબેન બોળીયા, મહિલા મોરચાના અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના અગ્રણીઓએ આ નિમણુંકોને આવકારી શુભેચ્છા પાઠવી હતી.

(2:46 pm IST)