રાજકોટ
News of Friday, 26th November 2021

'પાયલ સાથે છુટાછેડા થયા પછી એના વગર જીવી શકાય તેમ નથી'...ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મુકી કેમેરામેન સંદિપે જીવ દીધો

જીવનમાં કોઈ દિવસ કોઇને હું નડ્યો નથી, મારા મૃત્યુ પછી પણ કોઈને નડીશ નહિ, મારા પરીવાર જેવા મીત્રો મને કદી મરવા ન દે પણ... : કોઠારીયા રોડ જુની ગણેશ સોસાયટીમાં બનાવઃ આધારસ્તંભ દિકરાના આ પગલાથી માતા સહિતના સ્વજનો શોકમાં ગરક : મારા આ પગલાથી મારા મમ્મી એકલા પડી જશે એ ખબર છે, પણ હવે હું મારા પપ્પા અને બહેન પાસે જઇ રહ્યો છું: બધાથી દૂર જઇ રહ્યો છું પણ મારી આત્મા હમેંશના માટે તમારા પર કૃપા વરસાવતી રહેશે! : આપઘાત કરનાર સંદિપનો ફાઇલ ફોટો અને તેનો નિષ્પ્રાણ દેહ

સંદિપે ઇન્સ્ટાગ્રામ પર મુકેલી પોસ્ટ સાથેની તસ્વીર

રાજકોટ તા. ૨૬:  પત્નિ સાથે છુટાછેડા થઇ જતાં ઇન્સ્ટાગ્રામમાં વિસ્તૃત પોસ્ટ મુકી કોઠારીયા રોડ જુની ગણેશ સોસાયટીમાં રહેતાં અને રાજકોટની લોકલ ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે કામ કરતાં વાળંદ યુવાન સંદિપ વિઠ્ઠલભાઇ વાઘેલા (ઉ.વ.૨૪)એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

આપઘાતની ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. થોડા દિવસ પહેલા જ  સંદિપના છુટાછેડા થઇ ગયા હોઇ તેના કારણે તે વ્યથીત થઇ જતાં આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું. તેણે આપઘાત પુર્વે ઇન્સ્ટાગ્રામ પર વિસ્તૃત સંદેશો-સ્યુસાઇડ નોટ મુકી છે તે અક્ષરશઃ અહિ મુકવામાં આવી છે.

જય માતાજી, હું સંદીપ વાધેલા મારા હોશમાં લખું છું કે મારા જીવનમાં હવે મને રસ રહ્યો નથી. જેથી મારું જીવન ટુંકાવી રહ્યો છું મારા મરવાનું કરણ મારી પત્નિ પાયલ સાથે છુટાછેડા કર્યાં એ જ  મારા જીવનનો અંતિમ નિર્ણય હતો. હું મારી પાયલને જીવથી પણ વધારે પ્રેમ હું કરતો હતો અને કરતો રહીશ અને હું હવે એના વગર જીવી પણ શકું એવું મને ન લાગતાં આ પગલું ભરી રહ્યો છું. પાયલ હું આ જીવનમાં તો લાઈફ ટાઈમ સાથે નો રહી શક્યો પણ આવતા જન્મમાં પણ તારા સાથે જ લગ્ન કરાવે તેવી ભગવાનને પ્રાર્થના.

પરીવારમાં હવે મારા મુત્યુ પછી મારા મમ્મી એકલા થય જશે હું એ પણ જાણું છું કે એના માટે પણ જીંદગીની આ સૌથી ખરાબ સફર રહેશે. પણ મારા અને પાયલના છુટાછેડા થયા પછી જીવનમાંથી રસ ઉડી ગયો છે. મેં એને મારા જીવનની સૌથી નજીક રાખી હતી અને સોરી પાયલ કે આપણે જે આપણા થનાર બાળકોના નામ અયાન એન્ડ દિપયાનનું સપનું ન પુરું કરી શક્યા. મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ હશે કે તારે બિજા સાથે વાતો કરવા જવું પડ્યું હશે મને આ જન્મમાં એક દુઃખ હંમેશને માટે રહેશે કે મેં તને આજીવન સાથ ન આપ્યો. મારા જીવનમાં ખુશીની પળ એ હતી કે તારા સાથે લગ્ન કર્યાં અને મારા જીવનની સૌથી દુઃખદ ઘડી એ હતી કે આપણે બંંને છુટા પડ્યા પણ મેં તને સાચો અને દિલથી પ્રેમ કર્યો તો અને કરતો રહીશ . જીવનમાં કોઈ દિવસ કોઇને હું નડ્યો નથી અને મારા મુત્યુ પછી કોઈ ને નડીશ પણ નહીં અને મારા પરીવાર જેવા મીત્રો મને મરવા પણ ન દે.

મેં ભુલ કરી, લગ્ન કરીને છુટ્ટુ કર્યું એ પણ મારી ભુલ જ હતી. પણ જે દિવસથી મેં છુટ્ટુ કર્યું ત્યારથી મને જીવનમાંથી રસ ઉડી ગયો હતો. પણ મને મારૃં જે સત્ય સ્વીકારવું અઘરૃં હતું એ મેં સ્વીકાર્યું નહોતું જેના કારણે મારે આ રસ્તો અપનાવવો પડ્યો અને હવે હું મારા પપ્પા અને બહેન સોનલના પાસે જઇ રહ્યો છું. સોરી મારા મમ્મી, સોરી મારા પરીવાર જનો તથા મારા હર હંમેશ માટે સુખ હોય કે દુઃખ તેમાં સાથ આપતા એવા મારા મીત્રો (હાર્દિક ભાઈ) (ધર્મેશભાઈ ) (કાનો) (નીકુંજ ભાઈ ) (રોનક ભાઈ ) તેમજ ભાઈથી પણ વિશેષ ઘણા મીત્રો છે નામ લખવા બેસું તો ર/૩ કલાક વહી જાય બધાની માફી માંગી રહ્યો છું. હવે તમારો ભાઇ તમારાથી દુર જઇ રહ્યો છે. પણ હંમેશની માટે તમારા હરેક સુખ દુઃખમાં હું નહિ રહું. પણ મારી આત્મા  હમેશના માટે તમારા પર કૃપા વરસાવતી રહે તેવી ભગવાન પ્રભુને પ્રાર્થના અને મારી પાયલ માટે એક મારો ભાવ લખું છુ-હું તો તને મારા મનથી મારી દુનિયા સમજતો હતો, પણ તે તારી દુનિયા જોવામાં મારી દુનિયા તને ના દેખાડી શક્યો.  ઈન્સ્ટાગ્રામ પર ઉપરોકત પોસ્ટ વાંચી સગા, સ્વજનો, બહોળુ મિત્રવર્તુળ શોકમાં ગરક થઇ ગયું હતું.

(2:44 pm IST)