રાજકોટ
News of Friday, 26th November 2021

રાજકોટમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન

રેસકોર્સનાં હોકી મેદાનમાં અન્ડર-૧૯ રાજય કક્ષાની ટુર્નામેન્ટનું કાલે સવારે ગોવિંદભાઈ પટેલનાં હસ્તે ઉદ્દઘાટન

રાજકોટ તા.૨૬ : મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ દ્વારા અન્ડર -૧૯ રાજયકક્ષાની જુનિયર હોકી સ્પર્ધા તા.૨૬ થી ૨૮ નવેમ્બર સુધી યોજાશે. જેનું ઉદઘાટન તા.૨૭ શનિવારના રોજમેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન,રેસકોર્ષખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.

આ અંગેસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા હોકી રાજકોટના સેક્રેટરી મહેશ દિવેચાની સંયુકત યાદીમાં જણાવાયુ હતુ કે, મહાનગરપાલિકા તથા હોકી રાજકોટ દ્વારા આયોજીત રાજયકક્ષાજુનિયર હોકી સ્પર્ધા (ભાઈઓ) ૨૦૨૧ તા.૨૬ થી ૨૮ સુધી મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાન,રેસકોર્ષ ખાતે યોજાશે. જેનું ઉદઘાટન તા.૨૭ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, ઓરમીટ બેરીંગના ચેરમેન વિનેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, જયોતિ સી.એન.સી.ના ડાયરેકટર વિક્રમસિંહ રાણા, એ.વિ.આર. વાલ્વસ પ્રા.લિ.ના ચેરમેન વિક્રમભાઈ જૈન, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, યોગીન છનીયારા, જીનીયસ સ્કૂલ ગ્રુપના ડી. વી. મહેતા, મહેન્દ્રભાઈ પંચાસરા, માધવભાઈ જશાપરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, જિલ્લા રતમગમત અધિકારી વી.પી. જાડેજા, એસ.એ.જી. સિનિયર કોચ રમા મદ્રા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ ટુર્નામેન્ટમાં વલસાડ, નવસારી, સુરત, વડોદરા, અરવલ્લી, બનાસકાંઠા અને રાજકોટની ટીમોએ રજીસ્ટ્રેશન કરાવી લીધા છે. આ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રકક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પણ કરવામાં આવનાર છે. આગામી ડિસેમ્બર માસમાં તમિલનાડુ ખાતે ઓલ ઇન્ડિયા હોકી ટુર્નામેન્ટનું આયોજન થનાર છે.

(2:41 pm IST)