રાજકોટ
News of Friday, 26th November 2021

સંવિધાન ગૌરવ યાત્રા

 આજે બંધારણ દિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતી મોરચા દ્વારા 'સંવિધાન ગૌરવ યાત્રા'નું આયોજન કરવામાં આવેલ. આકર્ષક રથ, બંધારણ અને ડો.બાબાસાહેબ આંબેડકરજીના ફોટાઓ સાથેની આ યાત્રાનો પ્રારંભ સવારે રાજકોટ જિલ્લા પંચાયત - અકિલા ચોક ખાતેથી રાજ્યના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહીતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ. અહીંથી પ્રારંભ થયેલ આ સંવિધા ગૌરવ યાત્રા રેસકોર્ષ રીંગ રોડ, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક, શારદા બાગ, ચૌધરી હાઇસ્કુલ થઇ આંબેડકરની પ્રતિમા ખાતે સમાપન થયેલ. જયાં ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી યાત્રાનું સમાપન કરાયુ હતુ. વિવિધ મોરચાઓ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:14 am IST)