રાજકોટ
News of Friday, 26th November 2021

રેલનગર અમી રેસીડેન્સીમાં ચા પાનના ધંધાર્થી અશોકસિંહે ઘરમાં જૂગારધામ ચાલુ કર્યુઃ ટોકનથી રમતાં ૯ પકડાયા

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી.બી.જેબલીયાની ટીમનો દરોડોઃ ૫૬ હજારની રોકડ અને ૯૬ ટોકન કબ્જે

રાજકોટ તા. ૨૬: રેલનગરમાં સનરાઈઝ સ્કૂલની સામે અમી રેસીડેન્સીમાં મકાન નં. ૩૩માં રહેતાં અને ચા-પાનનો ધંધો કરતાં અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.૫૦)એ પોતાના ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત ૯ને પકડી લઇ ૫૬ હજારની રોકડ અને જૂગાર રમવા માટેના ૯૬ ટોકન કબ્જે કર્યા હતાં.

પોલીસે દરોડો પાડી મકાન માલિક અશોકસિંહ તેમજ કિશોર મગનભાઇ ઠક્કર (ઉ.વ.૬૮ ધંધો. નિવૃત રહે. કેવડાવાડી મેઇનરોડ શાક માર્કેટ પાસે ડીલક્ષ પાન ઉપર), માધવજી પરસોતમભાઇ પનારા  (ઉ.વ.૬ર ધંધો. ઇમીટેશન રહે. એર્સન રેસીડેન્સી શેરી નં ૦૩ રાધામીરા પાર્ક રેલ્વે ફાટક પાસે મોરબી રોડ) પ્રશાંત  પરસોતમભાઇ રાઠોડ (ઉ.વ.૫૧ ધંધો. રિક્ષા ડ્રાઇવીંગ,  રહે.  બંસીધર પાર્ક શેરી નં.-૨ શાંતીનગરની સામે), ગીરીશ વિરજીભાઇ ઘરસંડીયા (ઉ.વ.૫૮ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. માયાણીનગર શેરી નં.૪ બેકબોન શોપીંગ સેન્ટરની બાજુમાં ફાયર બ્રિગેડ રોડ), ધીરૂ કાનજીભાઇ કોરાટ  (ઉ.વ. ૬૩-ધંધો બકાલાનો, રહે. ગીતાજંલી સોસાયટી શેરી નં. ૩ નિલકંઠ ટોકીઝ સામે કોઠારીયારોડ),  રમેશ કેશુભાઇ ભગદેવ (ઉ.વ. ૩૩ ધંધો નિવૃત રહે.જય જલારામ અક્ષરનગર શેરી નં ૦૩ લાખના બંગ્લા વાળા રોડ ગાંધીગ્રામ) અન પ્રકાશ ગાંડાલાલ મહેતા (ઉ.વ. ૬૨ ધંધો પ્રાઇવેટ નોકરી, રહે. મુકેશભાઇ જોષીના મકાનમાં ભાડેથી શાંતીનિકેતન સોસાયટી બ્લોક ન એ/૦૬ દેવજીવન હોટલની બાજુમાં રામાપીર ચોકડી પાસ) તેમજ દિપક વસંતરાય જાની (ઉ.વ. ૬૬ ધંધો નિવૃત રહે નંદનવન સોસાયટી શેરી નં ૦૪ નાણાવટી ચોક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ)ની ધરપકડ કરી ગંજીપાના,  ૯૬ ટોકન અને રોકડા ૫૬ હજાર કબ્જે લીધા છે.

સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરીશદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ  ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ. મૈસુર ભાઇ કુંભારવાડીયા તથા નિતેષભાઇ બારૈયાને મળેલ બાતમી આધારે પીઆઇ વી.કે.ગઢવી, પીએસઆઇ  પી.બી.જેબલીયા, હેડકોન્સ અંશુમાનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા,સુભાષભાઇ ધોધારી, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિતે આ કામગીરી કરી હતી.

(10:57 am IST)