રાજકોટ
News of Thursday, 25th November 2021

રેલનગર અમી રેસીડેન્સી અશોકસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ટોકનથી ચાલતા જુગરધામમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૫૬ હજારની રોકડ સાથે ૯ પકડાયા

પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.બી.જેબલીયાની ટીમનો દરોડો: ક્રિપાલસિંહ, મૈસુરભાઈ અને નિતેશભાઈની બાતમી

રાજકોટઃ રેલનગરમાં સનરાઈઝ સ્કૂલની સામે અમી રેસીડેન્સીમાં અશોકસિંહ ખુમાનસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ટોકનથી જુગાર રમતા નવ શખ્સોને પકડી લઈ રૂ. 56 હજારની રોકડ કબ્જે કરી છે.

પોલીસે (૧) અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા ઉવ ૫૦ ધંધો ચા પાન કેબીન રહે. અમી રેસીડેન્સી મકાન નં. ૩૩ સનરાઇઝ સ્કુલની સામે રેલનગર રાજકોટ (ર) કિશોર મગનભાઇ ઠક્કર જાતે, ઉ.વ.૬૮ ધંધો. નિવૃત રહે કેવડાવાડી મેઇનરોડ શાક માર્કેટ પાસે ડીલક્ષ પાન ઉપર રાજકોટ (3) માધવજી પરસોતમભાઇ પનારા  ઉ.વ.૬ર ધંધો. ઇમીટેશન રહે. એર્સન રેસીડેન્સી શેરી નં ૦૩ રાધામીરા પાર્ક રેલ્વે ફાટક પાસે મોરબી રોડ રાજકોટ (૪) પ્રશાંતભાઇ પરસોતમભાઇ રાઠોડ ઉ.વ.૫૧ ધંધો. રી.ડ્રા. રહે, બંસીધર પાર્ક શેરી નં ૦૨ શાંતીનગર ની (4) ગીરીશ વિરજીભાઇ ઘરસંડીયા જાતે પેટલ ઉ.વ.૫૮ ધંધો.પ્રા.નોકરી રહે. માયાણીનગર શેરી નં ૦૪ બેકબોન શોપીંગ સેન્ટરની બાજુમાં ફાયર બ્રિગેડ રોડ જિ.રાજકોટ (૬) ધીરૂ કાનજીભાઇ કોરાટ  ઉવ ૬૩ ધંધો બકાલા નો રહે ગીતાજંલી સોસાયટી શેરી નં ૦૩ નિલકંઠ ટોકીઝ સામે કોઠારીયારોડ રાજકોટ (૭) રમેશ કેશુભાઇ ભગદેવ ઉવ ૩૩ ધંધો નિવૃત રહે જય જલારામ અક્ષરનગર શેરી નં ૦૩ લાખના બંગ્લા વાળા રોડ ગાંધીગ્રામ રાજકોટ (૮) પ્રકાશ ગાંડાલાલ મહેતા ઉવ ૬૨ ધંધો પ્રા.નોકરી રહે મુકેશભાઇ જોષીના મકાનમાં ભાડેથી શાંતીનિકેતન સોસાયટી બ્લોક ન એ/૦૬ દેવજીવન હોટલની બાજુમાં રામાપીર ચોકડી પાસે રાજકોટ અને (૯) દિપક વસંતરાય જાની ઉવ ૬૬ ધંધો નિવૃત રહે નંદનવન સોસાયટી શેરી નં ૦૪ નાણાવટી ચોક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટની ધરપકડ કરી જુગાર રમવાના ૯૬ ટોકન, રોકડ ૫૬ હજાર અને ગંજીપાના કબ્જે લીધા છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવીણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-ર મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ ક્રાઇમ ડી.વી.બસીયાની સૂચના મુજબ પેટ્રોલીંગ દરમિયાન હેડ.કોન્સ ક્રિપાલસિંહ જાડેજા, પો.કોન્સ મૈસુર કુંભારવાડીયા તથા નિતેષભાઇ બારૈયાને મળેલ બાતમી આધારે પીઆઇ વી.કે.ગઢવી તથા પો.સબ.ઇન્સ પી.બી.જેબલીયા તથા પો.હેડ.કોન્સ અંશુમાનભા ગઢવી, વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ધોધારી, જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયા તથા મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ દરોડો પાડ્યો હતો.

(9:54 pm IST)