રાજકોટ
News of Thursday, 25th November 2021

રાજકોટમાં સિટિ બસ ચાલકની જાહેરમાં દાદાગીરી રીક્ષા ચાલાક વૃદ્ધને રસ્તાની વચ્ચે ઢોર માર માર્યો

કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ

રાજકોટમાં સીટી બસ ચાલકની જાહેરમાં દાદાગીરીનો વિડિઓ વાયરલ થયો છે સીટી બસ ચાલકે તેના પિતા સમાન વૃદ્ધને રસ્તાની વચ્ચે ઢોર માર માર્યો હતો.

રાજકોટના કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે બસસ્ટોપ પાસેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં રાજકોટના સિટી બસ ચાલકોની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. પિતા સમાન વૃદ્ધને સિટી બસ ચાલકોએ રસ્તા પર ઢોર માર માર્યો હતો. કાલાવડ રોડ પર અન્ડર બ્રિજ નજીક રિક્ષા બસ સાથે ઘસાતા સિટીબસના કર્મચારીઓ રોષે ભરાયા હતા. જેથી બધાએ મળીને વૃદ્ધ રિક્ષાચાલકને માર માર્યો હતો. યુવા ઉંમરના સિટી બસ ચાલકોએ વૃદ્ધને લાફા પણ ઝીંક્યા હતા. આ ઘટના જોઈને અનેક લોકોનુ ટોળુ એકઠુ થયુ હતું.

સમગ્ર વીડિયો બહાર આવ્યા બાદ રાજકોટ પાલિકાએ એક્શન લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ DMCને આ વાયરલ વીડિયો બાબતે તપાસ કરવા આદેશ આપ્યા હતા. સાથે જ તેમણે કહ્યું કે, વીડિયો મને મળ્યો છે. તેમાં મારામારીના દ્રશ્યો દેખાય છે. આખો મામલો જાણીને તેમાં જે કર્મચારીઓ સામેલ હશે તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકો સાથે આવી રીતે ગેરવર્તણુક કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.

(8:58 pm IST)