રાજકોટ
News of Thursday, 25th November 2021

નાનામવા સર્કલ-રામાપીર ચોકડીએ બ્રીજનું કામ કેટલે પહોંચ્યું? અમીત અરોરાની સ્થળ મુલાકાત

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય અને વાહન વ્યવહાર સરળ બનાવી શકાય તે માટે રાજકોટ મ.ન.પા. દ્વારા ચાલુ બ્રિજના કામોને ઝડપી પૂર્ણ કરવાના આશય સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. ૨૫ ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતેના ફ્લાયઓવર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રિજ ખાતે હાલ ૨૬ ફાઉન્ડેશન પૈકી ૧૫ ફાઉન્ડેશન, ૬૪ ગર્ડર પૈકી ૧૪ ગર્ડર અને ૨૬ પિયરકેપ પૈકી ૫ પિયરકેપ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ રામાપીર ચોકડી ખાતે હાલ ૨૮ ફાઉન્ડેશન પૈકી ૧૨ ફાઉન્ડેશન, ૭૨ ગર્ડર પૈકી ૧૮ ગર્ડર અને ૨૮ પિયરકેપ પૈકી ૦૧ પિયરકેપ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હાલ બંને ફ્લાયઓવર બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. આજે વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી.  એચ. યુ. દોઢિયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)