રાજકોટ
News of Thursday, 25th November 2021

ગ્રામ પંચાયત ચૂંટણીઃ બપોરે ૧ વાગ્યાથી રાજય ચૂંટણી પંચની ખાસ વીસીઃ સમીક્ષા થશેઃ જામકંડોરણાના પાદરીયા તથા (નવાગામ બા.-જીવાપર-ગુંદાળા) ની હાલ ચૂંટણી નહિ થાય...

રાજકોટ શહેર-જીલ્લાની પ૪૮ માંથી હવે પ૪૬ ગ્રામ પંચાયતની ચૂંટણી થશેઃ જામકંડોરણા તાલુકાના પાદરીયા અને તેમાંથી વિભાજન થયેલ વૈભવનગર તથા નવાગામ-બામણબોર-જીવાપર-ગુંદાળા-આ ત્રણેય સંયુકત પંચાયત હતી... પરંતુ હવે જુદી થતા તેની પણ ચૂંટણી નહિ થાયઃ કલેકટર આજે આ બાબતે નિર્ણય કરશેઃ બપોરે ૧ વાગ્યાથી રાજય ચૂંટણી પંચની ખાસ વીસીઃ તમામ બાબતે સમીક્ષાઃ કલેકટર દ્વારા તૈયારીઓ અંગે અપાતી વિગતો...

(2:53 pm IST)