રાજકોટ
News of Thursday, 25th November 2021

પાળમાં પતિએ દારૂ પી લાફો મારતાં પત્નિ ઝેર પી ગઇ

મુળ મધ્યપ્રદેશની પરિણીતાની હાલત ગંભીરઃ રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૫: લોધીકાના પાળ ગામે રહેતી જેતા આબુ માવી (ઉ.વ.૩૦) નામની પરિણીતા ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

જેતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે. પતિ-પત્નિ મુળ મધ્યપ્રદેશના છે અને અહિ રણછોડભાઇની વાડીમાં રહી મજૂરી કરે છે. પતિએ દારૂ પી ઝઘડો કરી જેતાને લાફો મારી દેતાં તેને માઠુ લાગતાં તે ઝેર પી ગયાનું જણાવાયું હતું.

ખાંભામાં નશો કરી પત્નિ સાથે ઝઘડ્યા બાદ ભરતે ઝેર પીધું

બીજા બનાવમાં લોધીકાના ખાંભા ગામે રહેતો ભરત નાનાભાઇ નાયક (ઉ.૪૬) દારૂનો નશો કર્યા બાદ પત્નિ સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.

(2:47 pm IST)