રાજકોટ
News of Thursday, 26th November 2020

યુકો બેંક ખાતે કર્મચારીઓના દેખાવો

આજે દેશવ્યાપી બેંક હડતાલ સંદર્ભે રાજકોટની જાહેર ક્ષેત્રની તમામ બેંકો સજ્જડ બંધ રહી છે. અત્રેના જવાહર રોડ ખાતે આવેલ યુકો બેંક પણ સજ્જડ બંધ રહી હતી. આ બેંકના કર્મચારીઓના યુનિયન અગ્રણી અલ્કેશ રાજવીરના નેતૃત્વમાં બેંકની બહાર શાંતિપૂર્વક દેખાવો કરી સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. તસ્વીરમાં સાઇન બોર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કર્મચારીઓ નજરે પડે છે. બેંકોમાં વ્હેલી તકે ભરતી કરવા ખાનગીકરણ રોકવા એનપીએ ઘટાડવા સહિતની બેંક કર્મચારીઓની માંગણી છે.

(3:38 pm IST)