રાજકોટ
News of Thursday, 26th November 2020

કોંગ્રેસ પ્રેરીત રાજનીતિ કી પાઠશાળા દ્વારા બંધારણ દિને ડો.આંબેડકરજીની પ્રતિમાને વંદન

રાજકોટ :.. આજે સમગ્ર ભારત દેશ બંધારણ દિવસ ઉજવી રહ્યો હોઇ ત્યારે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકર એ આજના દિવસથી વિશ્વનું સર્વ શ્રેષ્ઠ બંધારણ લખવાની શરૂઆત કરી હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ વંદન કરી બંધારણના પુસ્તકની પ્રતિમા બનાવી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ રાજનીતિ કી પાઠશાલાના નેશનલ પ્રમુખ મહેશ રાજપૂતએ જણાવ્યું હતું કે ભારતનું બંધારણએ વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ છે. અને આ બંધારણ બાબા સાહેબએ દેશના નાનામાં નાના સામાન્ય નાગરીક અને ભારત દેશના તમામ નાગરીકોના હિતને ધ્યાનમાં રાખી બનાવાયું હતું. રાજકોટ શહેર રાજનીતિ કી  પાઠશાલાના પ્રમુખ મૌલેશ મકવાણાની  આગેવાનીમાં હોસ્પિટલ ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ભારતીય બંધારણને રાખી ફુલ હાર પહેરાવીને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  પાર્થ બગડા, કૈલાશ સરિખડા, મોહિત સોલંકી, શુભમ જિતિયા, સંદીપ ખિમસુરીયા, ભાવેશ લુણસિયા, સંકેત રાઠોડ, નાગેશ મકવાણા, હિમાંશુ સોલંકી, રાજન સોલંકી, ધર્મેશ રાઠોડ, ગૌતમ સોઢા, દર્શન પરમાર, મહેશ મકવાણા, ઇશ્વર પરમાર, પંકજ ખિમસુરીયા, દુરૈયાબેન હાજર રહ્યા હતાં. તે વખતની તસ્વીર.

(3:35 pm IST)