રાજકોટ
News of Thursday, 26th November 2020

રાજય ચૂંટણી પંચનો મતદારયાદી ચકાસણી અંગે સૂચનાઃ વિધાનસભા તથા પંચાયત-કોર્પોરેશન મતદાર યાદીની સરખામણીમાં ક્ષતિ અંગે રીપોર્ટ માંગ્યો

જીલ્લા પંચાયત-તાલૂકા પંચાયત-નગરપાલીકા-કોર્પોરેશનની ચૂંટણી હાલ મૂલત્વી રહી પરંતુ મતદારયાદી જે બનાવાઇ તેની હવે સરખામણી-ચકાસણી કરી લેવા રાજય ચૂંટણી પંચે આદેશ કર્યો છેઃ વિધાનસભા મતદારયાદીમાંથી પંચાયત-કોર્પોરેશનની જે યાદી બનાવાઇ તે ચકાસવા અને ક્ષતિ જણાય તો ૧૦ દિવસમાં રીપોર્ટ કરવા સૂચના આપતા રાજકોટ જીલ્લાના દરેક મામલતદાર દ્વારા હાલ ચકાસણી ચાલૂ કરાઇ છે. આવતા વીકમાં આ બાબતે રીપોર્ટ કરાશે.

(3:26 pm IST)