રાજકોટ
News of Thursday, 26th November 2020

કર્ફયુની પાંચમી રાતે જાહેરનામા ભંગના ૧૪૬ કેસઃ તમામ ઓવરબ્રિજ પણ બંધ

રાજકોટઃ કોરોના વકરતાં રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યો હોઇ પોલીસ સતત કડક બંદોબસ્ત જાળવી રહી છે. કર્ફયુની પાંચમી રાતે જાહેરનામા ભંગના ૧૪૬ કેસ નોંધીને પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં તમામ પોલીસ કર્ફયુ બંદોબસ્ત જાળવી રહી છે. શહેરના કેસરી પુલ સિવાયના તમામ ઓવર બ્રિજ પણ બંધ કરાયા છે. રાત્રે ફરજ બજાવતાં સ્ટાફ માટ ેચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવાઇ છે. લોકોને કર્ફયુ પાલન કરવા અને દિવસે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝરના નિયમોનું પાલન કરવા પોલીસ સતત અનુરોધ કરી રહી છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)