રાજકોટ
News of Thursday, 26th November 2020

મથુરાથી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચેલા શ્રમિક પરિવારને એસીપી ટંડેલ-પીઆઇ ઓૈસુરા સહિતે ઘરે પહોંચાડ્યો

કર્ફયુ ચાલુ હોઇ પોપટપરામાં ઘરે જવા વાહન ન મળતાં પીસીઆરની વ્યવસ્થા કરી આપી

રાજકોટઃ શહેર પોલીસ રાત્રીના કર્ફયુના કાયદાનું કડક પાલન કરાવવાની સાથોસાથ લોકોની મદદ કરી માનવતાનું કામ પણ કરી રહી છે. રોજબરોજ આવા કિસ્સા સામે આવતાં રહે છે. ગત રાતે એક શ્રમિક દંપતિ તેના ચાર બાળકો સાથે મથુરાથી અમદાવાદ સુધી ટ્રેનમાં અને ત્યાંથી બસમાં બેસી રાજકોટ સુધી આવી પહોંચતા તેમને ગ્રીનલેન્ડ ચોકડીએ ઉતરી જવું પડ્યું હતું. અહિથી કર્ફયુ ચાલુ થઇ ગયો હોવાથી પોપટપરામાં ઘરે જવા માટે કોઇ વાહન ન મળતાં ઠંડીમાં રઝળતા-ધ્રુજતા આ પરિવારની વ્હારે એસીપી એસ.આર. ટંડેલ અને બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ તથા ટીમ આવી હતી. આ પરિવારના લોકો પાસેથી માહિતી મેળવ્યા બાદ પીસીઆર બોલાવી તેમને ઘરે પહોંચાડ્યા હતાં. પોલીસની આ કાર્યવાહીના શ્રમિક પરિવારે ભરપેટ વખાણ કર્યા હતાં.

(2:50 pm IST)