રાજકોટ
News of Tuesday, 26th November 2019

આંબેડકરનગર પાસેથી સચીન અને માર્કેટ યાર્ડ પાસેથી દિપક વરલીનો જુગાર રમતા પકડાયા

રાજકોટ તા. ર૬: દોઢસો ફૂટ રોડ પર આંબેડકરનગર જવાના રોડના ખૂણેથી માલવીયાનગર પોલીસે બાવાજી શખ્સને અને પેરોલ ફરલો સ્કવોડે માર્કેટીંગ યાર્ડ સામે બગીચામાંથી ઓડ શખ્સને વરલીનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયા નગર પોલીસી મથકના પીઆઇ એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વી. પી. ઝાલા તથા દેવાભાઇ ધરજીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ પર આંબેડકરનગર જવાના રોડના ખુણા પાસે દરોડો પાડી સચીન કાંતીભાઇ દાણીધારીયા (ઉ.વ. ૩પ) (રહે. લાભદીપ સોસાયટી શેરી નં. ૩, મવડી ચોકડી પાસે) ને વરલીના આંકડા લખી જુગાર રમતા પકડી લઇ રૂ. ર૧ર૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

જયારે બીજા દરોડામાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડ કોન્સ. બાદલભાઇ, ધર્મેન્દ્રસિંહ, બીકુલભાઇ, દિગ્વીજયસિંહ, મહંમદ અઝરૂદીનભાઇ બુખારી, જયપાલસિંહ, મયુરસિંહ, ધીરેનભાઇ, કિશોરદાન ગઢવી તથા જગદીશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એમ. એસ. અંસારી, મહંમદ અઝરૂદીનભાઇ અને જયપાલસિંહને મળેલી બાતમીના આધારે દોઢસો ફૂટ માર્કેટીંગ યાર્ડ સામે આવેલ બગીચામાં દરોડો પાડી વરલીના આંકડા લખી જુગાર રમતા દિપક ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.ર૪) (રહે. રામનાથપરા જુની જેલ સામે ભવાનીનગર-૪) ને પકડી લઇ રૂ. ૪ર૩૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)